છાશમાં ખટાશ હોવાથી ભૂખ લગાડે છે , ખોરાકની રુચિ પેદા કરે છે અને ખોરાકનું પાચન કરે છે . ભૂખ લાગતી ન હોય , પાચન થતું ન હોય , ખાટા ઓડકાર આવતા હોય અને પેટ ચઢી – આફરો આવી છાતીમાં ગભરામણ થતી હોય તેમના માટે છાશ અમૃતસમાન છે . જો રોજની છાશ બનાવી બીજો ખોરાક બંધ કરી પીવામાં આવે તો શરીરની શક્તિ જળવાઈ રહે અને દૈનિક કામકાજ કરી શકાય છે . છાશ પર રહેવાથી મળશુદ્ધિ થઈ શરીર હળવુંફૂલ જેવું થાય છે , શરીરમાં સ્ફૂર્તિ આવે છે . ઉત્સાહ પેદા થાય છે અને હોજરી તથા આંતરડાંને આરામ ને તાજગી મળે છે .

છાશ જઠરાગ્નિને પ્રદીપ્ત કરી પાચનતંત્રને કાર્યક્ષમ બનાવે છે તેથી ભોજન પછી છાશ પીવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે . છાશ વાયુ મટાડે છે , પણ લોકોમાં એવો ખોટો ભ્રમ છે કે છાશ ઠંડી છે . ખરી રીતે તો છાશ ઉષ્ણવીર્ય છે . કઈ ઋતુમાં , કઈ પ્રકૃતિવાળાએ , છાશનો કેવી રીતે ઉપયોગ કરવો તેની લોકોમાં સાચી સમજણ ન હોવાથી એવો ભ્રમ પેદા થયો છે . મળદોષથી અનેક પ્રકારના વાયુનાં દર્દો પેદા થાય છે .

છાશ વાયુનો નાશ કરતી હોવાથી મળદોષજન્ય વાયુનાં દર્દોમાં ખૂબ જ ઉપયોગી થાય છે . છાશ આંતરડાંનાં દર્દો પર ઉપયોગી છે . છાશ આંતરડાંને સંકોચી ક્રિયાશીલ બનાવે છે અને જૂના મળદોષને બહાર ધકેલે છે . વળી છાશના મળશોધન ગુણને કારણે પણ મળોત્પત્તિ તથા મળદોષનો નિકાલ સરળ બને છે . તેથી જૂના મળદોષના સંચયથી ઉત્પન્ન થયેલા ટાઈફોઈડમાં છાશ અપાય છે . છાશ ટાઈફોઈડથી પેદા થયેલી આંતરડાંની ગરમી , આંતરડાંમાં પડેલાં ચાંદાં અને પરિણામે આવતો તાવ , શરીરની દાહ ( બળતરા ) તથા તૃષા રોગને મટાડે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *