સામગ્રી

1/4 કપ – તુવેર દાળ ,1/4 કપ – મગની દાળ ,1/4 કપ – ચણાની દાળ,1/4 કપ – મસૂરની દાળ ,1/4 કપ – અડદની દાળ ,1 ચમચી – લાલ મરચું ,1 ચમચી – હળદર ,1 ચમચી – ધાણાજીરૂ, સ્વાદાનુસાર – મીઠું ,2 ચમચી – કોથમીર ,1 લીંબુ નો રસ

વઘાર માટે

અડધી ચમચી – રાઇ ,અડધી ચમચી – જીરૂ ,1 ચમચી – હીંગ ,2 – સમારેલા ટામેટા, 2 – સમારેલી ડુંગળી ,3 – સમારેલા મરચાં ,1 ચમચી – આદુ અને લસણની પેસ્ટ ,અડધી ચમચી – ગરમ મસાલો, 2 ચમચી – ધી

બનાવવાની રીત

પંચરત્ન દાળ બનાવવા માટે સૌ પ્રથમ બધી દાળને સાફ કરીને ધોઇ લો અને 10 મિનિટ માટે એક વાસણમાં પલાળી રાખો . એક કૂકરમાં પાણી નાખીને તેમા આ પાંચ દાળ , હળદર , ધાણાજીરૂ , લાલ મરચું અને મીઠું ઉમેરી 3 સીટી સુધી બાફો . તે બાદ આ દાળને એક ચમચા વડે બરાબર મેશ કરી લો .

વઘાર કરવાની રીત :સૌ પ્રથમ એક પેનમાં 2 મોટી ચમચી ઘી ગરમ કરો . હવે મધ્યમ આંચ પર ઘીમાં રાઇ , જીરૂ ઉમેરો . તે બાદ તેમા હીંગ , લીલુ મરચુ અને આદુ – લસણની પેસ્ટ ફ્રાય કરી લો . તે બાદ તેમાં ડુંગળીને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો . ત્યાર બાદ તેમાં ટામેટા ઉમેરીને 2 થી 3 મિનિટ રાખો અને ગરમ મસાલો નાખો. બધા મસાલા બરાબર સાંતળી લો તે બાદ તેમા બાફેલી દાળ અને લીંબુ નો રસ મિક્સ કરો અને 4-5 મિનિટ સુધી મધ્યમ આંચ પર ઉકાળો . હવે ગેસ બંધ કરીને કોથમીરથી સજાવો .તો તૈયાર છે ગુજરાતી સ્ટાઇલ માં પંંચરત્ન દાળ.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *