પરફેક્ટ માપ સાથે આજે જ બનાવો કેરીનો છુંદો(મુરબ્બો)

recipe

સામગ્રી

3 કપ – છીણેલી કાચી કેરી

2 કપ – ખાંડ

1 ચમચી – હળદર પાવડર

2 ચમચી લાલ મરચું

1 ચમચી એલચી પાવડર

સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં છીણેલી કેરી , હળદર પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો . તેને એક કલાક રાખી મૂકો . કેરીના મિશ્રણમાંથી પાણી નીકાળી લીધા બાદ તેને એક સાફ મલમલના કપડામાં રાખો . હવે તે કપડાને ફીટ બાંધીને લટકાવી દો જેથી કેરીમાંથી પાણી નીકળી જાય . ત્યાર પછી કેરીની છીણને એક સ્ટીલના વાસણમાં નીકાળી લો અને તેમાં હવે ખાંડ ઉમેરો . કેરીના મિશ્રણને સૂકી અને સાફ ચમચાથી બરાબર મિક્સ કરી લો . ત્યાર પછી વાસણને એક સાફ અને સૂકા કપડાની મદદથી બાંધીને તેને ઢાંકી દો . આ વાસણને 5 થી 10 દિવસ તડકામાં રાખી મૂકો . સાંજે વાસણને અંદર લઈ લેવુ અને તેની પરથી કાપડ હટાવી ઢાકણાંથી ઢાંકો . તડકામાં મૂકતી વખતે તેને બરાબર હલાવીને કાપડથી બાંધીને મૂકવું જ્યારે કેરીના છુંદામાં ચાસણી ઘટ્ટ અને ચિકણી થઇ જાય એટલે તેમાં લાલ મરચું અને એલચી પાઉડર મિક્સ કરો .તો તૈયાર છે ગુજરાતી સ્ટાઇલમાં કેરીનો છૂંદો તેને કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો .આ છૂંદો થેપલા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

રીત ૨:

તડકા છાયા ની કેરી ની કટકી..

આ તમે આખું વર્ષ સ્ટોર કરી શકો.. અહીં મેં દેશી કેરીનો ઉપયોગ કર્યો છે તમે રાજાપુરી ,તોતાપુરી કોઈપણ કેરી લઈ શકો..

**એક કિલો દેશી કેરી ને છોલી તેની બારીક કટકી કટર કે ચાકુથી.. કરી લો.

સ્ટીલના એક મોટા વાસણમાં કાઢી.. સ્વાદ મુજબ મીઠું, તેનાથી દોઢ ગણી ખાંડ એડ કરી..( તમે આમાં બારીક ગોળ પણ વાપરી શકો છો કે ગોળની પાઉડર પણ ) મિક્સ કરી ઢાંકીને એક દિવસ માટે કે ..જ્યાં સુધી ખાંડ કે ગોળ પૂરેપૂરો ઓગળે નહીં ત્યાં સુધી … ને તેને વચ્ચે વચ્ચે હલાવી.. મિક્સ કરવી આ પ્રોસેસ ખૂબ જ અગત્યની છે..

પછી જ તેને કોટનનું પાતળું કપડું બાંધી અને બે થી ત્રણ દિવસ તડકામાં રાખી રાત્રે નીચે લાવી મિક્સ કરવી.. એક તારની ચાસણી થાય ત્યાં સુધી તડકામાં રાખવી.

કટકી તૈયાર થતાં ..તેમા એક ચમચી તજ મરીનો ભૂકો અને બે ચમચી કાશ્મીરી મરચું પાવડર , એક ચમચી જીરૂ પાવડર નાખી મિક્સ કરવું..

ઉપવાસમાં ન વાપરવી હોય તો તમે થોડોક અથાણા મસાલો પણ એડ કરી શકો….

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a Reply