રેસ્ટોરેન્ટ જેવું સ્વાદિષ્ટ અને પરફેક્ટ પાલક પનીર નું શાક ઘરે બનાવા માટે અહી ક્લિક કરો

સામગ્રી

  • ૧૦ કપ સમારેલી પાલક  (4 જુુડી )
  • ૧ ૧/૨ કપ પનીર ના ટુકડા
  • ૨ ટેબલસ્પૂન તેલ
  • ૩/૪ કપ ઝીણા સમારેલા કાંદા
  • ૧ ટેબલ સ્પુન લસણ   ખમણેલુ
  • આદુનો ટુકડો , ખમણેલું
  • ૨ લીલા મરચા ઝીણા સમારેલા
  • ૧/૨ ટીસ્પૂન હળદર
  • ૩/૪ કપ  ટામેટા ની ગ્રેવી
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ટીસ્પૂન પંજાબી ગરમ મસાલો
  • ૨ ટેબલસ્પૂન તાજું ક્રીમ

બનાવવાની રીત

  • પાલક પનીર ની રેસીપી બનાવવા માટે, પાલકને ઉકળતા પાણીમાં ૨ થી ૩ મિનિટ સુધી ઉકાળી લો.
  • તે પછી તેને ઠંડા પાણીમાં નાંખીને ઠંડી થવા માટે થોડો સમય બાજુ પર રાખો.
  • હવે આ પાલકને મિક્સરમાં ફેરવી ગ્રેવી બનાવી બાજુ પર રાખો.
  • એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર કાંદા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
  • તે પછી તેમાં લસણ, આદૂ, લીલા મરચાં અને હળદર નાખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  • તે પછી તેમાં ટમેટાની ગ્રેવી ઉમેરી મિશ્રણમાંથી તેલ છુટું પડે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લો.
  • તે પછી તેમાં પાલકની ગ્રેવી અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  • તે પછી તેમાં મીઠું, પંજાબી ગરમ મસાલો અને તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  • છેલ્લે તેમાં પનીર મેળવી હળવે હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  • પાલક પનીર નાન અથવા રોટી સાથે પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment