કાચી ડુંગળી માથાનો દુખાવો , હૃદયરોગ અને મોઢામાં દુખાવો જેવાં દર્દની સારવાર કરવા માટે પણ ઉપયોગી છે . ડુંગળીમાં રહેલ ફ્લેવોનોઈસ શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે . એક ડુંગળીમાં ૨૫.૩ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે . કેલ્શિયમ હાડકાંની મજબૂતી જાળવવા માટે મદદરૂપ થાય છે . જેથી કોઈ પણ કચુંબરમાં કાચી ડુંગળીને ઉમેરવી જોઈએ . ડુંગળીમાં રહેલ વિટામિન- A , C અને K પિગમેન્ટેશનથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે .
કાચી ડુંગળી ચામડી અને વાળને પણ સ્વસ્થ રાખે અને બ્લડશુગરને કંટ્રોલ રાખવામાં પણ મદદરૂપ છે . ડુંગળીમાં ફાઇબર અને પ્રિબાયોટિક્સનો સમૃદ્ધ સ્ત્રોત હોય છે જે આંતરડાંને સ્વસ્થ રાખે છે . ડુંગળી એન્ટિઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે . જેમાં ૨૫ વિવિધ ફ્લેવોનાઇડ એન્ટિઓક્સિડસ હોય છે . જે કેન્સર , ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ જેવા રોગો સામે રક્ષણ આપવા માટે ઉપયોગી છે . કાચી ડુંગળીમાં વિટામિન્સ , મિનરલ્સ જેવાં ઇમ્યુનિટીવર્ધક પોષકતત્ત્વો રહેલાં હોય છે . ડુંગળીમાં રહેલ ઔષધીય તત્ત્વોને લીધે પ્રાચીનકાળથી તેનો ઉપયોગ કરવામાં આવે છે .
Thank you for reading this post, don't forget to subscribe!