શિયાળામાં આ રીતે સ્વાદિષ્ટ અને ચટ્ટાકેદાર બનાવો ઓળો, આંગળા ચાટતા રહી જશો

સામગ્રી

  • 1 મોટુ રીંગણ
  • 1 મોટી ચમચી તેલ
  • 1 મોટી ચમચી જીરુ
  • અડધો કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી
  • 1 મોટી ચમચી લસણની પેસ્ટ
  • 1 ચમચી ઝીણા સમારેલા મરચા
  • અડધો કપ ઝીણા સમારેલા ટમેટા
  • અડધી ચમચી હળદર
  • 1 મોટી ચમચી ધાણાજીરુ
  • સ્વાદાનુસાર નમક

બનાવાની રીત

થોડુ તેલ લઈને રીંગણ પર લગાવો. રીંગણની ચારે બાજુ પર ચીરા પાડો અને તેને 10થી 12 મિનિટ સુધી ગેસ પર શેકો. રીંગણ સોફ્ટ અને કાળા થઈ જાય ત્યાં સુધી તેને શેકો. ત્યાર પછી તેને ગેસ પરથી ઉતારી ઠંડા થવા દો. ત્યાર પછી રીંગણની છાલ ઉતારીને તેને મેશ કરી નાંખો.

એક નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરો અને જીરુ ઉમેરો. જીરુ તતડે એટલે તેમાં ડુંગળી નાખી 1 મિનિટ માટે સાંતળો. ત્યાર પછી તેમાં આદુ તથા લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરો. તેને પણ મધ્યમ તાપ પર થોડી વાર માટે સંતળવા દો.

ડુંગળી, આદુ-લસણની પેસ્ટ સંતળાઈ જાય પછી તેમાં ટમેટા, હળદર, ધાણાજીરુ પાવડર મિક્સ કરો. તેને બરાબર મિક્સ કરી 2થી 3 મિનિટ ચડવા દો. ત્યાર પછી રીંગણનો મેશ નાંખી અને નમક નાંખી મધ્યમ આંચ પર 1થી 2 મિનિટ માટે ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.ત્યારબાદ કોથમીર ભભરાવી ગરમાગરમ બાજરાના રોટલા સાથે સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment