આયુર્વેદ અનુસાર, તમારી નાભિ એક શક્તિશાળી બટન છે જે શરીરના અનેક કાર્યોના યોગ્ય સંચાલનની ચાવી ધરાવે છે. એટલા માટે તમારે તમારા નાભી પર એટલું જ ધ્યાન આપવું જોઈએ જેટલું તમે તમારા શરીરના બાકીના ભાગો પર કરો છો. તેની કાળજી લેવાની એક સરસ રીત એ છે કે તમારી નાભિમાં નિયમિતપણે તેલ લગાવો. કુદરતી તેલ, જેમાં આવશ્યક તેમજ વાહક તેલ બંનેનો સમાવેશ થાય છે, તે આ હેતુ માટે ખાસ કરીને સારા છે અને ઘણી સામાન્ય બિમારીઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.
નારીયેળનું તેલ પણ નાભિમાં લગાવવાથી શરીરમાં ફાયદો કરે છે. આ માટે પણ નાભિની સફાઈ કરવી અને તેલને ગરમ કરવું અને તેને નાભિ પર લગાવવું. નારીયેળ તેલ નાભિ પર લગાવવાથી આંખોમાં ખુશ્કી, આંખોની રોશની તેજ થાય છે, વાળની ખુશ્કી દૂર થાય, વાળનું સુકાપણું, વાળની ઓછી લંબાઈ, વાળ સફેદ થઈ જવા આ બધી જ સમસ્યામાં નાભિ પર નારિયેળનું તેલ લગાવવાથી લાભ મળે છે. શરીરમાં કોઈ અંગમાં કમજોરી હોય, જેમકે આંખોમાં કમજોરી હોય, મગજમાં કમજોરી હોય જેમાં નાભિમાં તેલ લગાવવાથી લાભ મળી શકશે.
એરંડીયાનું તેલ પણ નાભિ પર લગાવી શકાય છે. આ તેલ નાભિ સાફ કરીને સહેજ ગરમ કરીને લગાવવાથી સાંધાનો દુખાવો ઠીક થાય છે. ઘૂંટણનો દુખાવો, એડીનો દુખાવો, કલાઈનો દુખાવો, કોણીનો દુખાવો, ખંભાનો દુખાવો વગેરેમાં એરંડીનું તેલ લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. આ તેલથી જેટલા પણ સાંધામાં દર્દ હોય, પગમાં દર્દ હોય, કમરમાં દર્દ હોય, સાયટીકા હોય, સ્લીપ ડિસ્ક હોય આ બધામાં એરંડાનું તેલ ફાયદાકારક હોવું જોઈએ.બદામ તેલ લઈને તેને હળવું સહેજ ગરમ કરી લેવું અને નાભિની રૂના ટુકડા વડે સફાઈ કરી લેવી અને આ સફાઈ કર્યા વાળ બદામના લગાવી શકાય તેવા ગરમ તેલમાં આ રૂનો ટુકડો ભીંજવીને લગાવવો. જેનાથી ધીરે ધીરે નાભિની અંદર ગોળ ગોળ રીતે આ ટુકડાને ઘડિયાળની દિશામાં ફેરવવો અને આવી રીતે માલીશ થાય છે.
બદામનું તેલ નાભિમાં લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. જે ચહેરાનો નીખાર લાવે છે. ચહેરા પરની કરચલીઓને દૂર કરે છે. ખીલ, ડાઘ વગેરેમાં બદામનું તેલ ખુબ જ ફાયદો કરે છે. બદામમાં વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. જેના લીધે આ તેલ નાભી પર લગાવવામાં આવે તો જે લોકોના વાળ ખરે છે, સફેદ થવા લાગ્યા હોય એ લોકો માટે નાભિ પર બદામનું તેલ ખુબ જ ફાયદો કરે છે.
જૈતુનનું તેલ શરીર માટે ફાયદાકારક છે. જે લોકોનું શરીર મોટું થઈ જાય છે. શરીરમાં ફેટ વધી જાય છે. જે લોકોનું શરીર ભારે થઈ ગયું હોય આ સમસ્યામાં નાભિ પર જૈતુનનું તેલ લગાવી શકાય છે. આ માટે પણ નાભિને રૂથી સાફ કરવી અને તેના પર હળવું લગાવી શકાય તેવું જૈતુનનું તેલ ગરમ કરીને લગાવવું. આ તેલ નાભિ પર લગાવવાથી સાંધાનો દુખાવો પણ ઠીક કરે છે. ઘૂંટણમાં કડકડ અવાજ આવતી હોય, ચાલવામાં પરેશાની હોય, એડીમાં યુરિક એસીડ વધી ગયું હોય તો એડીમાં દર્દ થાય છે. આ સિવાય કોણીમાં દર્દ, કલાઈમાં દર્દ, ખંભામાં દર્દ હોય, સાયટીકા દર્દ, સ્લીપ ડિસ્ક દર્દ વગેરે જેટલી પણ સાંધાથી સંબંધિત બીમારીઓ હોય તે જૈતુનના તેલથી ઠીક થઇ જાય છે.
લીમડાનું તેલ ખુબ જ ઉપયોગી છે અને આ તેલ પણ નાભિમાં લગાવીને લાભ મેળવી શકાય છે. આ માટે પણ નાભિને રૂની મદદથી સફાઈ કરવી અને હળવું ગરમ લગાવી શકાય તેવું કરીને નાભિ પર રૂની મદદ વડે ઘડિયાળ ફરે તેવી રીતે નાભિની અંદર માલીશ કરતા કરતા લગાવવું. આ લીમડાનું તેલ ચહેરા પર ફોડલા, ફોડલીઓ, ગુમડા, અળાઈ, ચામડી પરની એલેર્જી જેવા લોહીના ખરાબાથી જે રોગ થાય છે તેમાં આ લીમડાનું તેલ ઉત્તમ છે. એલેર્જીના કારણે ચહેરા પર જખ્મ હોય, ચહેરા પર ફૂન્સીઓ નીકળી હોય, દાણા નીકળ્યા હોય આ બધામાં લીમડાના તેલથી એલેર્જી નાબુદ થાય છે. આ સાથે દાદ, ખાજ, ખુજલી, ખસ, ખરજવું, ધાધર, ખંજવાળ બધામાં આરામ મળે છે.
Thank you for reading this post, don't forget to subscribe!