બાવળના આટલા બધા ફાયદા : સીંગો , છાલ, પાંદડા અને ફૂલ ના લાભો વિશે આજે જ જાણો
પગમાં બાવળનો કાંટો લાગ્યો હશે તેણે તો બાવળનું ઝાડ જોયું હશે.બાવળ કાઠિયાવાડ અને ગુજરાતમાં ઠેકઠેકાણે થાય છે. કુદરતે ઘણાં ઝાડો ઉગાડ્યાં છે, તેમ બાવળને પણ ઉગાડ્યો છે. બાવળની લાંબી સૂળો પગમાં ભૉકાઈ જાય તેટલા માટે નહિ, પણ તેનું લાકડું બહુ કામનું છે માટે બાવળ ઉપયોગી છે.
બાવળનું લાકડું કઠણ છે. તે જલદી સડતું નથી. બળતણ તરીકે બાવળનાં લાકડાં બહુ વપરાય છે. લાકડું કઠણ હોવાથી લાંબો વખત બળે છે ને તેની આંચ સખત લાગે છે.
બાવળને તમે જરૂર જોયો હશે .તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડયે જાતે જ ઉંગી જાય છે .જો આ બાવળ નામનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત તો આજે તે લોકો તેની પેટન્ટ કરાવી ને દવાઓ બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂંટતા હોત .
ગરમીની ઋતુમાં તેની ઉપર પીળા રંગના ફૂલ ગોળાકાર ગુચ્છામાં આવે છે. અને શીયાળાની ઋતુમાં સીંગો ઉગે છે. બાવળના ઝાડ મોટા અને ઘાંટા હોય છે. તેનું લાકડું ઘણું મજબુત હોય છે.
બાવળ ની સીંગો ના ફાયદા :
૧.દાંતો માટે રામબાણ ઔષધિ:
બાવળની છાલ દાંતો માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે, તે દાંતોને મજબૂત બનાવે છે અને સાથે જ પેઢાની સમસ્યા ને પણ દૂર કરે છે. બાવળનો મુખ્ય પ્રયોગ દાંતો ને મજબૂત બનાવા માટે જ કરવામાં આવે છે.
તે દાંતો ને એક નવી જ ચમક પ્રદાન કરે છે. સાથે જ તો તમારા દાંત ઢીલા અને કમજોર હોય તો બાવળની છાલના ટુકડાને ચાવો, તેનાથી તમારા ઢીલા દાંત ને મજબૂતી મળશે.
૨. ખસ-ખરજવું માટે ફાયદેમંદ:
લગભગ 25 ગ્રામ બાવળની છાલ અને કેરીના છાલને પાણીમાં ઉકાળો. પછી તેને શરીરીના પ્રભાવિત હિસ્સા પર આ પાણીની વરાળ આપો. તેના પછી આ જગ્યા પર થોડું દેશી ઘી લગાવીને થોડી વાર સુધી રહેવા દો.
૩. આંખો આવવી:
બાવળના અમુક પાન લો અને તેની પેસ્ટ બનાવી લો. બેન્ડેજ ના સહારાથી આ પેસ્ટને આંખો પર લગાવીને પુરી રાત રહેવા દો, અને સવારે તેને ધોઈ લો. લાલ થયેલી આંખોના દર્દ માં તમને ઘણી એવી રાહત મળશે.
૪ . ઇજામાં લાભદાયક:
બાવળના પાનને પીસીને ઘા પર લગાવાથી તે જલ્દી જ ભરાઈ જાય છે. તેમાં એવા તત્વો મળી આવે છે જે સંક્ર્મણ અને બીમારીઓને રોકવાનું કામ કરે છે.
૫. પાચન ક્રિયા ને ઠીક રાખવામાં સહાયક:
બાવળના પાનનો બનેલો ઉકાળો પીવાથી પાચન ક્રિયામાં લાભ થાય છે અને સાથે જ તે શરીરને પણ મજબૂત બનાવે છે.
૬. વાળ માટે ફાયદેમંદ:
બાવળના પાનની પેસ્ટ ને વાળના મૂળમાં લગાવાથી તેને વધવામાં મદદ મળે છે, અને સાથે જ મજબૂતી પણ મળે છે.
બાવળની છાલ, પાંદડા અને ફૂલ ના ફાયદા :
- સગર્ભા મહીલા બાવળનાં સુકાં કે લીલાં પાન ચાવીને ખાય તો માબાપ બંને શ્યામ હોય તો પણ બાળક ગોરું અને રુપાળું આવે છે.
- બાવળનો ગુંદર વાનો રોગ મટાડે છે, મહીલાઓને શક્તી આપે છે અને પ્રદરનો રોગ મટાડે છે.
- બાવળના પડીયાનું ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર ખાવાથી કે ઘા, ચાંદા કે દુઝતા હરસ પર લગાડવાથી વહેતું લોહી અટકે છે.
- મોંઢામાં અવાર નવાર ચાંદાં પડતાં હોય, દાંતના પેઢાં (મસુડાં) ફુલી જતાં હોય, મોંમાંથી વાસ આવતી હોય, દાંત હાલતા હોય અને લોહી નીકળતું હોય, ગળું લાલ રહેતું હોય, મોંમાં ચીકાશ રહેતી હોય, ઉંઘમાં મોંમાંથી લાળ પડતી હોય તો સવાર-સાંજ બાવળનાં પાન અને છાલનો ઉકાળો કરી કોગળા કરવાથી લાભ થાય છે.
Thank you for reading this post, don't forget to subscribe!