રવો,ડ્રાયફ્રુટ અને માવાના પરફેકટ ઘૂઘરા ઘરે બનાવા માટે ફટાફટ જાણી લો તેની રેસીપી

સામગ્રી

  • ૫૦૦ ગ્રામ મેંદો
  • ૫૦ ગ્રામ દૂધ
  • મોણ આપવા માટે ઘી
  • તળવા માટે તેલ
  • 400 ગ્રામ માવો
  • 100 ગ્રામ રવો
  • 400 ગ્રામ દળેલી ખાંડ
  • ઈલાયચી પાવડર એક ચમચી
  • 100 ગ્રામ કાજુ ટુકડી
  • 50 ગ્રામ કિસમિસ.
  • 100 ગ્રામ નારિયળનું ઝીણું છીણ 
     

બનાવવાની રીત – 

એક વાસણમાં મેદો ચાળી તેમા ઓગાળેલુ ઘી નું મોણ નાખી તેને સારી રીતે મિક્સ કરો. લોટમાં થોડુ દૂધ નાખી અને જરૂરી પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. આ લોટને ભીના કપડાંથી ઢાંકી દેવો. અડધો કલાક માટે રાખી મુકો. 

પૂરણ બનાવવાની રીત – ભારે તળિયાવાળી કડાઈમાં માવાને ગેસ પર બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો ત્યારબાદ, એક વાસણમાં કાઢી લેવો. તે જ કડાઈમાં ઘી નાંખી અને રવાને ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો . અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં કાઢી લેવો. દળેલી ખાંડ, કાજુના ઝીણા ટુકડા અને ઈલાયચી પાવડર તૈયાર રાખો. હવે માવામાં રવો, ખાંડ, એલચી પાઉડર અને સૂકા મેવાને એકસાથે ભેગા કરી પૂરણ તૈયાર કરો. 

હવે બાંધેલા લોટને મસળીને મુલાયમ બનાવો, આ લોટના લૂઆ બનાવીને કપડાથી ઢાંકી મુકવા. હવે વેલણથી સહેજ મોટી પુરી વણીને તેને ઘુઘરાના બીબામાં મુકી પૂરણ ભરવુ અને બીબુ બંધ કરીને વધારાનો લોટ કાઢી લેવો. આ રીતે દરેક ઘૂઘરા બનાવી લો . બધા ઘુઘરા બની જાય પછી ગરમ તેલ માં તળી લો. આ ગરમા ગરમ પણ ખાઈ શકો છો. ઠંડા થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો.

ટીપ્સ :ઘુઘરા ખુલી જતા હોય તો બીબુ બંધ કરતા પહેલા બીબાના કિનારે સહેજ દૂધ અથવા પાણી લગાવી બંધ કરો

તો કેવી લાગી તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો નીચે આપેલ સ્ટાર માં તમારું રેટિંગ આપી શકો છો

Rating: 1 out of 5.

તમારી મનપસંદ રેસીપી માટેની રીત જાણવા માટે કમેન્ટ જરૂર કરવી ધન્યવાદ

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment