બદલાતી સિઝનની સાથે ડાયટમાં પણ થોડોક બદલાવ લાવવો જરૂરી છે . સિઝન પ્રમાણે શાક અને ફળો ખાવાં આરોગ્ય માટે ગુણકારી છે . આ ગરમીની સિઝનમાં શેરડી , મોસંબી , દ્રાક્ષ , કેરી અને તરબૂચ જેવાં રસદાર ફળો સ્વાથ્ય માટે ઘણાં ગુણકારી હોય છે . અન્ય ફળોની જેમ દ્રાક્ષમાં પણ પોષકતત્ત્વોનો ભંડાર છે .

તેમાં વિટામિન સી , વિટામિન કે , કેલ્શિયમ , આયર્ન , પોટેશિયમ , મેગ્નેશિયમ તેમજ એન્ટિ ઓક્સિડેન્ટ જેમ કે , રેસ્વરાટ્રોલ અને બીટા કેરોટીન જેવાં તત્ત્વોથી ભરપૂર હોય છે . મીઠીમધુરી દ્રાક્ષમાં ઈમ્યુનિટી વધારવાની સાથે કોલેસ્ટેરોલના સ્તરને ઓછું કરવા સુધીના ગુણ હોય છે . આંખ માટે છે ગુણકારી દ્રાક્ષ આંખો માટે ઘણી લાભકારી છે .

તે ઓક્સિડેટિવ સ્ટ્રેસને કારણે થતા રેટિનલ ડિજનરેશન એટલે કે અંધાપાની સમસ્યાને રોકવામાં મદદ કરે છે . દ્રાક્ષ આંખની જોવાની ક્ષમતામાં વધારો કરે છે . દ્રાક્ષમાં રહેલો વિટામિન એ આંખોની દૃષ્ટિશક્તિમાં વધારો કરે છે . ઈમ્યુનિટી પાવરમાં વધારો કરે છે રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી સિસ્ટમ સારી રહેતા અનેક રોગથી બચી શકાય છે . દ્રાક્ષમાં રહેલો વિટામિન સી ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ રહે છે . સ્ટ્રોંગ ઈમ્યુન સિસ્ટમ માટે તમારા ડાયટમાં દ્રાક્ષનો સમાવેશ કરવો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *