સામગ્રી
- ઘઉંના બ્રેડની સ્લાઇસ
- ૪ ટીસ્પૂન ખમણેલું ચીઝ
- ૨ ટીસ્પૂન તેલ
- ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
- ૧/૨ કપ ઝીણા સમારેલા અને બાફેલા મિક્સ શાકભાજી (કોબી , ફૂલકોબી , લીલા વટાણા અને સીમલા મરચાં)
- ૧/૪ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા
- ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
- ૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
- ૨ ચપટી ગરમ મસાલો
- ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
- મીઠું , સ્વાદ મુજબ
બનાવાની રીત
- એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા નાખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનીટ સુધી શેકી લો.
- હવે તેમાં મિક્સ શાકભાજી, બટેટા, લીલા મરચાં, લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો, કોથમીર અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- હવે તૈયાર કરેલ ટોપિંગના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- ટોસ્ટરમાં બધી બ્રેડની સ્લાઇસને સહેજ કરકરી થાય ત્યાં સુધી ટોસ્ટ કરી લો.
- બધી ટોસ્ટ કરેલી બ્રેડની સ્લાઇસને એક જગ્યા પર મૂકી, ટોપિંગનો એક એક ભાગ દરેક બ્રેડ પર મૂકી સરખી રીતે પાથરી લો.
- હવે દરેક બ્રેડ પર ૧ ટીસ્પૂન ચીઝ છીણી લો , આગળથી ગરમ કરેલા ઑવનમાં ૫ મિનિટ સુધી અથવા ચીઝ પીગળે ત્યાં સુધી બેક કરી લો.
- તો તૈયાર છે ગરમ ગરમ મસાલા ટોસ્ટ જે તમે મીઠી અને લીલી ચટણી સાથે પણ પીરસી શકો છો.
Thank you for reading this post, don't forget to subscribe!