તમારી ઘરે લીંબુ નો છોડ છે જો તમારે વધુ લીંબુ નથી આવતા તો એક વાર આ અચૂક વાંચો

Uncategorised

જો તમારે લીંબુનો બીજો છોડ વાવવો હોય તો કેવી માટી નાખવી અને કેટલી માત્રામાં શું શું નાખવું તે જાણીએ. ૫૦ % માટી નાખવી, ૩૦ % થોડા મોટા હોય તેવા કાંકરાવાળી રેતી નાખવી, ૨૦% સુકાય ગયેલા વૃક્ષના પાન પડેલા હોય તેનો ભૂકો કરીને નાખવો જોઈએ. એ માટીમાં ફંગસ નથી લાગવા દેતું એટલે  આવી રીતની માટી કુંડામાં નાખવી

જો તમારી છત ઉપર કે આંગણમાં સારો તડકો અને છાંયો ન આવતો હોય તો લીંબુના છોડમાં લીંબુ ઓછા પ્રમાણમાં આવશે એટલા માટે જ્યાં લીંબુનો છોડ  રાખો ત્યાં 5 થી 6 કલાક તડકો આવવો જોઈએ.

આખું વર્ષ તમે તડકામાં રાખી છો પણ મેં અને જુન મહિનામાં તમારે આ છોડની સારસંભાળ થોડી વિશેષ કરવી પડશે.

વાત કરીશું આ છોડને ખાતર કેવું આપવું કેટલા પ્રમાણમાં આપવું.

આ છોડ એક હેવી પ્લાન્ટ છે આ છોડને ખુબ જ પ્રમાણમાં ખાતર જોશે દર મહીને આ છોડમાં મોનમિલ નાખવું જોઈએ. આ ખાતર જાનવરના હાડકામાંથી બને છે. આ ખાતરને આપણા કુંડામાં મૂળથી દુર ગોળખાંડો બનાવી નાખવું. મોનમિલમાં વધારે પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે જે છોડ માટે સારું કહેવાય છે અને છોડને કેલ્શિયમ પણ આપે છે.

તમે એ પણ ખાતર બનાવી શકો છે કે કેળાની છાલને સુકવી.કેળાની છાલને સુકવી મીક્ષ્યરમાં પાવડર બનાવી દર મહીને છોડમાં નાખી શકો છો આ બધા ખાતર તો પછી હવે વાત કરીએ લીક્વીડ ખાતરની.

આ ખાતર વેસ્ટમાંથી બેસ્ટ છે. એક ડોલ પાણીમાં કેળાની છાલ, લીંબુના છોતરાં અને ગોળ, વેસ્ટ કમ્પોઝર એ બધું મિક્સ કરીને પાણીને એક અઠવાડિયા સુધી સડવા દેવાનું છે. પછી એ પાણી માટીને  પીવડાવવામાં આવે અને છોડના પાંદમાં પણ સ્પ્રે કરવામાં આવે તો પણ ફાયદાકારક છે.આ સ્પ્રે કરવાથી છોડને ન્યુટ્રીશન મળે છે અને ફળ વધારે આપે છે.

 વર્ષ દરમિયાન લીંબુના છોડમાં બે ત્રણ વાર ફૂલ આવે છે અને શિયાળામાં પાંદડા થોડા વધારે ખારવા માંડે છે. તો તમારે એ છોડને કાઢીને ફેંકી ન દેવું જોઈએ. આ એક કુદરતી પ્રોસેસ છે. તે કરવાથી તમારા લીંબુના છોડમાં લીંબુ પણ વધારે આવશે અને સુકાશે પણ નહિ.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a Reply