જો તમે ડિનરમાં કંઇક હળવું ખાવા માંગતા હોવ તો અજમાવો ટેસ્ટી અને હેલ્ધી મસાલા પાપડ, જાણો રેસિપી

સામગ્રી

દાલ કા પાપડ (મગની દાળ શ્રેષ્ઠ વિકલ્પ છે)

ડુંગળી -ટામેટા -કાકડી

પનીર અથવા ચીઝ

ચાટ મસાલો

ટમેટા સોસ

લીલા મરચા-1

તાજી કોથમીર

મરચું પાવડર

કાળું મીઠું

લીંબુ

મસાલા પાપડ બનાવવાની રેસીપી-

રીત1:

આ બનાવવા માટે સૌથી પહેલા પાપડને ગેસ પર શેકી લો . આ પછી ડુંગળી, ટામેટા, કાકડી, લીલા મરચા અને કોથમીર લઈને તેને બારીક સમારી લો. પછી તમે આ સમારેલા શાકભાજીમાં કાળું મીઠું ઉમેરો. આ પછી તમે 2 પાપડ લો અને તેને નાના ટુકડા કરી લો. પછી તેમાં સમારેલા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ પનીરને નાના-નાના ટુકડા કરી લો. પછી તમે તેમાં થોડું મીઠું, ચાટ મસાલો, લીંબુ અને મરચુ પાવડર ઉમેરો અને મિક્સ કરો. આ પછી તમે આ પનીરને પણ પાપડ સાથે સારી રીતે મિક્સ કરી લો. હવે તમારા મસાલા પાપડ તૈયાર છે.

રીત 2:

આ બનાવવા માટે સૌથી પહેલા પાપડને ગેસ પર શેકી લો . આ પછી ડુંગળી, ટામેટા, કાકડી, લીલા મરચા અને કોથમીર લઈને તેને બારીક સમારી લો. પછી તમે આ સમારેલા શાકભાજીમાં કાળું મીઠું ઉમેરો.ત્યાર બાદ પનીરને નાના-નાના ટુકડા કરી લો. પછી તમે તેમાં થોડું મીઠું, ચાટ મસાલો, લીંબુ અને મરચુ પાવડર ઉમેરો અને મિક્સ કરો.આ બધુ બરાબર મિક્સ કરી ને શેકેલા પાપડ ઉપર બરાબર પાથરી દો.તો તૈયાર છે ડિનર માટે ચટપટા મસાલા પાપડ.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment