સામગ્રી
૧ ૧/૨ કપ કાચી કેરી ના ટુકડા
૨ ટેબલસ્પૂન આખું મીઠું
૧/૪ ટીસ્પૂન હળદર
૩/૪ કપ તેલ
૧/૪ કપ મેથીના કુરિયા
૧/૪ કપ રાઇ ના કુરિયા
૧/૨ કપ આખું મીઠુ
૫ ટેબલસ્પૂન લાલ મરચુ પાવડર
૧ ૧/૨ ટીસ્પૂન હીંગ
૧/૨ ટીસ્પૂન હળદર
બનાવવાની રીત
- એક બાઉલમાં કાચી કેરી, આખું મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી ઢાંકણથી ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો. હવે કેરીને નીચવીને પાણી કાઢી નાંખો.
- હવે એક મોટી સપાટ પ્લેટ પર મલમલનું કપડું મૂકી તેની પર કેરીના ટુકડા સરખી રીતે પાથરી તેને ૧ કલાક માટે પંખા નીચે અથવા તડકામાં સૂકી કરીને બાજુ પર રાખો.
- એક નાના પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલને ઊંચા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેલની સુગંધ આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે તેને ઠંડું થવા દો.
- હવે એક ઊંડા બાઉલમાં બધી બાકીની સામગ્રી ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.
- હવે સૂકવેલા કેરીના ટુકડા આ મિશ્રણમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- હવે રાઇનું તેલ કાચી કેરીના મિશ્રણ પર રેડો અને સારી રીતે મિક્સ કરી લો.
- આ તૈયાર થયેલા અથાણાને હવાબંધ બરણીમાં પૅક કરી રૂમ તાપમાન પર ૨ દિવસ સુધી રાખી મૂકો અને પછી તેનો રેફ્રિજરટરમાં મુકો.
Thank you for reading this post, don't forget to subscribe!