મહેસાણાનું ફેમસ અને ચટાકેદાર લીલી હળદરનું શાક બનાવા માટે ફટાફટ અહી ક્લિક કરીને રેસીપી જાણી લો

સામગ્રી

  • ૫૦૦ ગ્રામ સુકી ડુંગળી ની પેસ્ટ
  • ૫૦૦ ગ્રામ ટામેટા ની અધ્ધ્કચરી ટામેટાની પેસ્ટ
  • ૫૦૦ ગ્રામ લીલી હળદર (ખમણેલી )
  • ૫૦૦ ગ્રામલીલું લસણ
  • ૫૦૦ ગ્રામ ઘી
  • ૨૫૦ ગ્રામ દહીં
  • ૨૫૦ ગ્રામ આદુ મરચા ની પેસ્ટ
  • ૨૫૦ ગ્રામ વટાણા
  • ૨૦૦-૩૦૦ ગ્રામ ગોળ
  • લાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદમુજબ
  • કોથમીર ગાર્નીશ માટે

બનાવાની રીત :

સૌપ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી લેવી ( બળી ન જાય તેનું ધ્યાન રાખવું . ) પછી લસણ ઉમેરી સાંતળવું , સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.પછી ટામેટાની પેસ્ટ ઉમેરવી .

ઘી છૂટું પડે એટલે આદું ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું ત્યારબાદ મરચાની પેસ્ટ ઉમેરવી . પછી જરૂર મુજબ મીઠું અને લાલ મરચું ઉમેરવું . પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું .

છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું . કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું . લો હવે તૈયાર છે હળદરનું ટેસ્ટી શાક . આ શાકને બાજરીના રોટલા સાથે સર્વ કરવું .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment