કિચન ને લગતી ટીપ્સ જાણવા માટે ફાટફાટ અહી ક્લિક કરો

ઈલાયચી જલદી ખાંડવા: ઈલાયચીના દાણા વધુ ઝીણા અને જલદી ખાંડવા હોય તો તેમાં થોડી ખાંડ નાંખી દેવી .

દાળ ઊભરાતી બચાવવા: દાળ રાંધતી વખતે તે ઊભરાય નહીં તે માટે દાળને ઘી ચોપડી પછી રાંધવી અથવા દાળ રાંધતી વખતે તેમાં સહેજ ઘી અથવા તેલ નાખવું .

ખાંડની ચાસણી:ખાંડની ચાસણી બનાવતી વખતે જો પહેલાં કઢાઈની અંદર બધી જગ્યાએ થોડું થોડું માખણ લગાવી દેવામાં આવે તો ચાસણી ખૂબ જ સરસ બને છે .

શાકમાં મીઠું:શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો માખણ અથવા દેશી ઘી મેળવી દો .

ચાની તાજગી:રોજ કરતાં કંઈક નવી જ તાજગી મેળવવા માટે , ચાના કપમાં એક ટીપું ગુલાબનું એસેન્સ નાખી દો .

વધેલી બ્રેડ: વધેલી બ્રેડને પીસીને રસાવાળા શાકમાં નાખવાથી શાકનો રસો ઘટ્ટ થાય છે . દાળભાત: ભાતમાં પાણી બહુ પડી ગયું હોય તો કાઢવા જેટલું કાઢીને ફેંકી નહીં દેતાં , ચડતી દાળમાં નાખી દેવાથી દાળ મીઠી અને સ્વાદવાળી બની જાય છે .

કારેલાં :ભરેલાં કારેલાં બનાવતી વખતે કારેલાંના મસાલામાં થોડોક ગોળ પીસીને મેળવવાથી કારેલાં સ્વાદિષ્ટ બને છે અને તેની કડવાશ પણ દૂર થઈ જાય છે .

ફ્રુટ સલાડ: ફૂટ સલાડ બહુ વહેલું ન બનાવી રાખતાં ભોજન પહેલાં બે કલાકે બનાવવાથી એનો સ્વાદ વધુ સારો લાગે છે .

મીઠાં બિસ્કિટ: મીઠાં બિસ્કિટના ડબ્બામાં એક ચમચી ખાંડ નાખી દેવાથી બિસ્કિટ વધુ દિવસ સુધી તાજાં અને કડક રહે છે .

ગોળ સાચવવા: ગોળને જૂના માટલામાં ભરીને , ઉપર કપડું બાંધીને રાખવાથી આખું વરસ એવો ને એવો રહે છે .

કાપેલું લીંબુ સાચવવા :કાપેલું લીંબુ બીજા દિવસે સુકાઈ ન જાય એ માટે તેને સહેજ મીઠાવાળા પાણીમાં બોળી રાખવું અને ઉપર સહેજ ખાંડ ભભરાવવી .

દૂધ બગડતું અટકાવવા: ઉનાળાના દિવસોમાં દૂધને દિવસમાં ચારપાંચ વાર ગરમ કરવામાં આવે તો તે બગડતું નથી .

ઘઉં બગડતા અટકાવવા: ઘઉંમાં મેથીની ભાજીનાં સૂકાં પાંદડાં નાખવાથી ઘઉં બગડતા નથી . બાફેલા બટાકાનું પાણી: બાફેલા બટાકાના પાણીથી કપડાં ધોવાથી કપડાં ચમકદાર અને ચોખ્ખાં થઈ જાય છે

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment