જો તમે પણ હંમેશા કબજિયાત ની સમસ્યા થી પરેશાન રહો છો અને તમારું પેટ સારી રીતે સાફ નથી થતું તો હવે ટેન્શન લેવા ની જરૂર નથી.અહી તમને કઈક એવા ઘરેલુ નુસ્ખા બતાવીશુ જે સરળતા થી પેટ સાફ કરવા માં તમારી મદદ કરશે અને તમે હંમેશા માટે આ સમસ્યા થી છુટકારો મેળવશો. આના માટે હવે તમારે કોઈ દવા લેવા ની જરૂર નથી.
પાણી
દરેક વ્યક્તિ એ રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. પૂરતી માત્ર માં પાણી પીવા થી ઘણા રોગ તો એમ જ દૂર થઈ જાય છે. જો તમે કબજિયાત ની સમસ્યા થી પરેશાન છો તો રોજ સવારે ઉઠ્યા પછી બે ગ્લાસ ગરમ પાણી પીવો. કબજિયાત નું મુખ્ય કારણ શરીર માં પાણી ની કમી છે. ગરમ પાણી પીવા થી વેસ્ટ ને શરીર થી નીકળવા માં મદદ મળે છે.આથી સવારે સરળતા થી તમારું પેટ સાફ થઈ જશે.
લસણ
વ્યક્તિ એ જમવા માં લસણ નું સેવન અવશ્ય કરવું જોઈએ. આના સિવાય તમે આને અથાણાં કે ચટણી ના રૂપ માં પણ ખાઈ શકો છો. લસણ મળ ને કોમળ બનાવે છે અને સરળતા થી તમારા આંતરડા ની બહાર નીકળવા માં મદદ કરે છે. આમાં આવેલું એન્ટિઇન્ફ્લેમેશન ગુણ પેટ ના સોજા ને પણ ઓછો કરે છે.
મેથી
મેથી પણ કબજિયાત ની સમસ્યા ને દૂર કરે છે. આના માટે રોજ તમારે સુતા પહેલા પેહલા એક ચમચી મેથી નું ચૂરણ હૂંફાળા પાણી માં મેળવી ને લો. આ તમારા પેટ ને સવારે સાફ કરવા માં તમારી મદદ કરે છે. આના સિવાય તમે રોજ દહી ખાવા નું પણ રાખો . દહી તમારા પેટ માં લાભકારી બેક્ટેરિયા ની કમી ને પૂરું કરે છે.
Thank you for reading this post, don't forget to subscribe!