સામગ્રી :
- અડધો કપ છીણેલી ડાર્ક ચોકલેટ
- 2 ટીસ્પૂન કોર્નફ્લોર
- 1 કપ દૂધ
- 1કપ કેસ્ટર સુગર
- 3 કપ તાજું ક્રીમ
બનાવવાની રીતઃ
એક બાઉલમાં બે ટેબલસ્પૂન ઠંડા પાણી સાથે કોર્નફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો . બીજા એક પહોળા નોનસ્ટિક પૅનમાં બે ટેબલસ્પૂન પાણી ઉકાળી લો . તેને તાપ પરથી નીચે ઉતારી લીધા પછી તેમાં ડાર્ક ચોકલેટ મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળો સોસ બનાવીને બાજુ પર રાખો . બીજા એક ઊંડા નોનસ્ટિક પૅનમાં દૂધને બેથી ત્રણ મિનિટ સુધી ગરમ કરી લો . એ પછી તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ અને કેસ્ટર સુગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી બે મિનિટ સુધી રાંધી લો .
આ દૂધને તાપ પરથી નીચે ઉતારી સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો . જ્યારે દૂધ સંપૂર્ણ ઠંડું થઇ જાય તે પછી તેમાં તાજું ક્રીમ અને પીગળાવેલી ચોકલેટનું મિશ્રણ મેળવી ફોક વડે સારી રીતે મિક્સ કરી લો . આ ચોકલેટના મિશ્રણને એક છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી અને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકીને રેફ્રિજરેટરમાં છ કલાક અથવા તે અર્ધું સેટ થાય ત્યાં સુધી રાખી મૂકો . એ પછી મિશ્રણને મિક્સરના જારમાં રેડીને પીસીને સુંવાળું બનાવી લો . હવે ફરીથી આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી લો . તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકીને રેફ્રિજેટરમાં લગભગ ૧૦ કલાક અથવા તો તે બરાબર જામી જાય ત્યાં સુધી રાખી મૂકો. બરાબર જામી ગયા પછી તમને મન થાય ત્યારે ખાય શકો છો.
Thank you for reading this post, don't forget to subscribe!