ઘરે આવી રીતે કરવું હેર સ્પા
હેર મસાજ
બદામ તેલ, નારીયેલ તેલ, ઓલિવ ઓઈલ વગેરે કોઇ પણ તેલથી હળવા હાથથી વાળમાં લગાવો. 15-20 મિનીટ મસાજ કર્યા બાદ અડધી કલાક માટે એ જ સ્થિતિમાં છોડી દો.
સ્ટીમ
તેલથી મસાજ કર્યા બાદ સ્ટીમ લેવી ખુબ જ જરૂરી છે. સ્ટીમ માટે ગરમ પાણીમાં ટુવાલ પલાળી લો અને તેને નીચોવી વાળમાં સારી રીતે લપેટીને 15 મિનીટ સુધી એમ જ રાખો. તેનાથી તમારા માથાના પોર્સ ખુલી જશે. જેનાથી આસાનીથી તેલ માથાની અંદર જઈ શકે.
હેર વોશ
હવે ત્રીજા સ્ટેપમાં વાળને શેમ્પું કરીશું. તેના માટે નેચરલ અથવા માઈલ્ડ શેમ્પુનો ઉપયોગ કરીને વાળ ધોવો. ગરમ પાણીની જગ્યાએ ઠંડા પાણીનો ઉપયોગ કરવો.
કંડીશનર
હેર વોશ કર્યા બાદ કંડીશનર કરવું ખુબ જ જરૂરી છે. સૌથી પહેલા વાળને હળવા હાથથી સારી રીતે લુછી લો. ત્યારબાદ તમે ગ્રીન ટીની પત્તીઓ સાથે અડધી ચમચી લીંબુનો રસ મેળવી એક કંડીશનર બનાવી શકો છો. તેને લગાવ્યા બાદ 10 થી 15 મિનીટ માટે છોડી દો. ત્યારબાદ પાણીથી વાળને ધોઈ લો.
હેર માસ્ક
તેના માટે તમે ઈંડું અથવા નારીયેલના તેલનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે ઈચ્છો તો 1 કેળું, 2 ચમસી ઓલીવ ઓઈલ, 2 ઇંડા અને થોડું મધ નાખી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને વાળમાં લગાવી લો. ઓછામાં ઓછી 20 મિનીટ તેને લગાવી રાખો ત્યારબાદ સાફ પાણીથી વાળને ધોઈ લો.
Thank you for reading this post, don't forget to subscribe!