ગુજરાતીઓ માં સગર્લોભા મહિલાને ગુંદર ખવડાવામાં આવે છે . ગુંદરના લાડુ ખાવા કે દૂધમાં મિક્સ કરીને પીવામાં મઝા આવે છે. તેનો ઉપયોગ દવાઓ, એનર્જી ડ્રિંક્સ, આઈસ્ક્રીમ બનાવવા માટે પણ થાય છે. ગુંદર માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે તમને અનેક રોગોથી પણ સુરક્ષિત રાખે છે. હવે ચાલો તમને જણાવીએ કે ગુંદર ખાવાનું સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છ.
- હુંફાળા પાણી સાથે ગુંદર ખાવાથી શરદી, ખાંસી, અને તાવની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તેના સેવનથી પેટમાં ચેપ થવાનું જોખમ પણ ઓછું થાય છે.
- તેના સેવનથી સ્ટેમિના અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે, જે તમને અનેક રોગોથી પણ બચાવે છે.
- ગુંદર સ્કીન માટે પણ ખૂબ ફાયદાકારક છે.
- દરરોજ ગુંદર ખાવાથી હાડકાં મજબૂત બને છે. દૂધ ગુંદરનું સેવન કરવા થી સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.
- જેમને ફેફસાની સમસ્યા, નબળાઇ અને થાક લાગતો હોય, તેમના માટે ગુંદરનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે.
- ઓછી ઊંઘની સમસ્યામાં રાત્રે ગરમ દૂધ સાથે ગુંદર ભેળવીને પીવો જોઈએ. આ તમને અવાજ અને ઊંડી નીંદર આપે છે. આ સાથે અનિદ્રાની સમસ્યા પણ દૂર થશે.
- ગુંદરના લાડુ અથવા ચીકીનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. આ સિવાય શિયાળામાં તેના લાડુ ખાવાથી શરીર અંદરથી ગરમ રહે છે.
- પીરિયડમાં પીડા, ડિલિવરી પછીની નબળાઇ અને શારીરિક વિસંગતતાઓને મટાડવા માટે, ગુંદર અને દળેલી સાકર સમાન પ્રમાણમાં ભેળવીને કાચા દૂધ સાથે ખાઓ.
- સગર્ભાવસ્થામાં ગુંદરનું સેવન કરવાથી મહિલાઓની કરોડરજ્જુ મજબૂત બને છે. આ સિવાય તેના સેવનથી માતાના દૂધમાં પણ વધારો થાય છે.
Thank you for reading this post, don't forget to subscribe!