લસણ ફોલતી વખતે વાર પણ એટલી જ લાગે અને તેના ફોતરાં પણ બહુ ઊડે..એ તો ઠીક પણ લસણ ફોલયા પછી હાથમાથી લસણની દુર્ગંધ તો કેટલાય કલાક સુધી આવે જેનો સૌથી મોટો કંટાળો.
સૌથી પહેલા તો તમારે જેટલું લસણ ફોલવાનું છે એ લસણ લઈ લો પછી એ બધી જ લસણની કળીને એક વાટકીમાં પાણી ભરો ને એમાં ડૂબાડી રાખો. આમ 1 ક્લાક સુધી રાખવું ને પછી એ લસણની કાળી કાઢો ને હળવા હાથે પ્રેસ કરો તો તરત જ લસણ અને ફોતરાં બંને અલગ અલગ થઈ જશે. ને તમારું લસણ ફોલાઈ પણ જશે.
જો તમારે ઉપર જણાવ્યુ એમ લસણ ના ફોલવું હોય તો ચાકુની મદદ્થી લસણ ફોલો. એક લસણ લો ને ચાકુની મદદથી ઉપરનો ભાગ કાઢો અમે પછી ફોતરાં કાઢી નાખો. આમ કરવાથી હાથમાં લસણની વાસ પણ નહી આવે ને લસણ સરળતાથી ફોલાઈ જશે.જો તમારા ઘરે ઓવન છે તો તમે લસણને ઓવનમાં મૂકી રાખો.
અને પછી લસણ ફોલો આમ કરવાથી ફોતરાં આરામથી નીકળી જશે અને વાસ પણ નહી આવે. અથવા તો રોટલી શેકવાની લોઢી ઉપર લસણને ગરમ કરો અને પછી લસણ ફોલો આમ કરવાથી પણ લસણ જલ્દી ફોલાઈ જશે.
- રગડા પાવ બનાવવા માટેની રેસિપી | ragada pav recipe | red katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
- ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- બટાકાનો ફરાળી ચેવડો બનાવવાની રીત
Thank you for reading this post, don't forget to subscribe!