શું તમે પણ ઇચ્છો છો લાંબી અને જાડી પાંપણો તો કરો આ ટિપ્સ મેળવો નકલી પાંપણોથી છુટકારો

આંખો એ વ્યક્તિના દેખાવનો એક મહત્ત્વનો ભાગ છે. આંખોને માણસની બીજી જીભ કહેવામાં આવે છે કારણ કે ઘણી બાબતો તમે શબ્દોથી નથી કહી શકતા તેને તમે તમારી આંખો દ્વારા કહી શકો છો. અને આંખોને સુંદર બનાવે છે તેની પાપણો. આપણે ઘણી વાર કેટલીક સ્ત્રીઓની લાંબી-લાંબી પાપણો જોઈને જીવ બાળતા હોઈએ છે.

ઓલિવ ઓઈલનો ઉપયોગ કરોઃ

તમે તમારી પાંપણોને જાડી બનાવવા માટે રાત્રે સૂતા પહેલા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. આ માટે આંખોને સારી રીતે સાફ કરો અને તેને તમારી આંખોની પાંપણો પર લગાવો.

પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરોઃ

તમને સાંભળવામાં અજીબ લાગશે પરંતુ આ ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. પેટ્રોલિયમ જેલી તમારી પાંપણોને જાડી કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારે પણ રાત્રે સૂતા પહેલા તેનો ઉપયોગ કરવો પડશે.

બદામનું તેલ:

બદામનું તેલ અને વિટામિન ઇ કેપ્સ્યુલ તેલને મિક્સ કરો. હવે તેને તમારી પોપચા પર લગાવો. ચોક્કસ તમને ફાયદો થશે પરંતુ તમારે તેનો નિયમિત ઉપયોગ કરવો પડશે.

નારિયેળ તેલ:

નારિયેળનું તેલ તમારી પાંપણોને જાડી અને લાંબી બનાવવામાં પણ ફાયદાકારક છે. આ માટે તમે થોડું નારિયેળ તેલ લો. હવે તમારી આંખોને હળવા હાથથી મસાજ કરો અને સૂઈ જાઓ. આ સાથે, તમે આંખનો મેકઅપ દૂર કરવા માટે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment