કાઠિયાવાડી ઢોકળીનુ શાક આવુ ટેસ્ટી શાક ક્યારેય નહી ખાધું હોય, આ રહી રેસીપી જો તમારે પણ ટેસ્ટ કરવું હોય તો

સામગ્રી

ચણાનો લોટ 1 કપ

લાલ મરચુ પાઉડર 1 ચમચી

ધાણા જીરું પાઉડર 1 ચમચી

હળદર 2 ચમચી

તેલ 1 + 2 ચમચી

બેકિંગ સોડા ચમચી

મીઠું સ્વાદ મુજબ

પાણી 1 કપ

લીલા મરચા સુધારેલા 1-2

લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી

દહી / છાસ 2 1/2 કપ ,ડુંગળી ઝીણી સુધારેલી 1 , ટમેટા પ્યુરી 1 કપ , લસણ પેસ્ટ 2 ચમચી ,લાલ મરચુ પાઉડર 1 ચમચી ,ધાણા જીરું પાઉડર 1 ચમચી , હળદર 1/2 ચમચી , સ્વાદ મુજબ મીઠું , તેલ 3-4 ચમચી , જીરું 2 ચમચી , હિંગ ચમચી , કસુરી મેથી 1 ચમચી , લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી , મીઠો લીમડો 8-10 પાન, પાણી કપ

બનાવવાની રીત

પહેલા ઢોકળી બનાવા માટે એક થાળી ને એક બે ચમચી તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો હવે એક તપેલીમાં ચણાનો લોટ ચારી લો એમાં લાલ મરચુ પાઉડર , ધાણા જીરું પાઉડર , હળદર , સ્વાદ મુજબ મીઠું , લીલા મરચા સુધારેલા ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો છેલ્લે એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને એમાં આશરે દોઢ કપ જેટલું પાણી થોડું થોડું નાખતા જઈ હાથ વડે કે ચમચા વડે ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો .

હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી લ્યો એમાં તૈયાર બેસન નું મિશ્રણ નાખી મિક્સ કરતા રહો જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મૂકી ભેગુ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થતાં આશરે દસ મિનિટ લાગશે.

મિશ્રણ સાવ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળીમાં નાખો ને હાથકે ચમચા પર તેલ લગાવી એક સરખું ફેલાવી લો,જો હાથ વડે કરો તો ધ્યાન રહે મિશ્રણ ખૂબ ગરમ હસે તો ધ્યાન થી કરવું મિશ્રણ એક સરખું ફેલાવી લીધા બાદ ઠંડુ થવા દેવું ઢોકળી નું મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એમાં છરીથી મનગમતા આકારના કટકા કરી લો તો તૈયાર છે ઢોકળી જેને એક બાજુ મૂકો .

હવે ઢોકળી ના શાક ની ગ્રેવી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ મીઠા લીમડાના પાન નાખો ને મિક્સ કરો હવે એમાં લસણની પેસ્ટ , લીલા મરચા સુધારેલ ને ડુંગરી સુધારેલ નાખી ડુંગરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ટમેટાની પ્યુરી નાખી મિક્સ કરો

ત્યારબાદ એમાં લાલ મરચુ પાઉડર , ધાણા જીરું પાઉડર , હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા નું પાણી બરી જાય ત્યાં સુધી મીડિયમ તાપે શેકી લો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં થોડુ થોડુ દહી કે છાસ નાખી મિક્સ કરતા જાઓ જ્યાં સુધી મિશ્રણમાં ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહો નહિતર દહી ફાટી જસે ને સાથે પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.

દહી ઉકળવા લાગે એટલે એમાં કટ કરેલ ઢોકળી નાખી મિક્સ કરી લ્યો ને કસુરી મેથી હાથ થી મસળીને નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ઉકાળી લ્યો ઢોકળી બરોબર મિક્સ થઈ જાય ગ્રેવી સાથે એટલે ગેસ બંધ કરી લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો ઢોકળી નું શાક.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment