ચણા ની દાળ ના ક્રિસ્પી અને પરફેક્ટ વડા બનાવા માટે આ રહી રેસીપી ફટાફટ ક્લિક કરી ને જાણી લો

સામગ્રી :

  • ૧ કપ ચણાની દાળ
  • ૧/૨ કપ સમારેલા કાંદા
  • ૧/૨ ટીસ્પુન આદુ ની પેસ્ટ
  • ૨ ટેબલસ્પુન સમારેલી કોથમીર
  • ૧ ટેબલસ્પુન સમારેલા કડી પતા
  • ૨ ટીસ્પુન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટીસ્પુન હિંગ
  • ૧/૪ ટીસ્પુન હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ (તળવા માટે )

બનાવાની રીત :

ચણાની દાળને સાફ કરી , ધોઇને એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો .હવે આ પલાળેલી દાળનો ચોથો ભાગ એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો .

દાળના બાકી રહેલા ભાગને પાણી મેળવ્યા વગર મિકસરમાં ફેરવી કરકરૂ મિશ્રણ તૈયાર કરો . આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી , તેમાં બાકી રહેલી સામગ્રી સાથે અલગ કાઢેલી દાળને પણ મેળવી , સારી રીતે મિક્સ કરી લો .

આમ તૈયાર થયેલા મિશ્રણના એક સરખા ભાગ પાડી દરેક ભાગને નાના અને મીડીયમ સાઈઝ ના ગોળાક બનાવીને વડા તેયારી કરી લો .હવે એક નૉન – સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા – થોડા વડા નાખી મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળીને ટીશ્યુ પેપર પર કાઢીને સૂકા કરી લો . લીલી ચટણી સાથે તરત જ પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment