આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ દાળ ઢોકળી રેસીપી જાણવા માટે અહી ક્લિક કરો

સામગ્રી

દાળ માટે:

  • 1 કપ તૂવેરની દાળ, પાણીમાં ધોઈલી
  • 1½ કપ પાણી
  • 1 ટીસ્પૂન તેલ
  • 1 કપ મગફળી
  • 1 ટીસ્પૂન ઘી
  • ½ ચમચી જીરું
  • ½ રાઈ
  • ચપટી હિંગ
  • મીઠા લીમડાના પાન
  • 1 ટામેટુ ઝીણું સમારેલું
  • 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 ચમચી જીરું પાવડર
  • 1 ચમચી કોથમીર પાવડર
  • 1 ચમચી ગરમ મસાલા
  • ગોળનો નાનો ટુકડો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ટીસ્પૂન લીંબુનો રસ
  • 2 ચમચી કોથમીર, બારીક સમારેલું

ઢોકળી માટે

  • 1 કપ ઘઉંનો લોટ
  • અડધો કપ ચણાનો લોટ
  • ½ અજમો
  • ½ હળદર
  • ½ લાલ મરચું પાવડર
  • સ્વાદાનુસાર મીઠુ
  • 2 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

બનાવાની રીત :

સૌ પ્રથમ કૂકરમાં તૂવેરની દાળ, 1 કપ પાણી અને 1 ટીસ્પૂન તેલ લો અને 5 સીટી થાય ત્યાં સુધી બાફી લો.

હવે એક નાના બાઉલમાં મગફળી લો અને ધીમા તાપે સેકી લો.ત્યારબાદ હવે કુકર ખોલી ને દાળને બ્લેન્ડ કરો.હવે એક મોટી કડાઈમાં 1 ચમચી ઘી લો અને ગરમ કરી તેમાં રાઈ, જીરું, 1 મરચું, એક ચપટી હિંગ અને થોડા લીમડાના પાન નાખી વઘાર કરી લો.

પછી, ટમેટું , આદુ લસણની પેસ્ટ નાખો અને ટામેટાં નરમ થાય ત્યાં સુધી સેકી લો.ત્યારબાદ તેમાં દાળ ઉમેરો, જરૂર મુજબ પાણી ઉમેરો અને બરાબર મિક્ષ કરો.તેમાં હળદર,લાલ મરચું પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર અને ગરમ મસાલા નાખો.

મસાલા સારી રીતે મિક્સ ત્યાં સુધી હલાવો.હવે તેમાં સેકેલી મગફળી નાંખો ,ગોળ, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ પણ ઉમેરો.

ઢોકળી બનાવાની રીત

એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ , હળદર, લાલ મરચાનો પાઉડર, અજમો, મીઠું અને ૨ ચમચી તેલ લો અને બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો .ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લો.

હવે લોટ ના એક સરખા લુવા બનાવી અને રોટલી ની જેમ વણી લો અને ત્યારબાદ છરી ની મદદ થી તેને કાપી લો.અને ઉકળતી દાળ માં ઢોકળી ના ટુકડા મિક્સ કરો.10-15 મિનીટ સુધી તેને ઉકાળવા દો .

દાળ બરાબર ઉકલી જાય અને ઢોકળી બરાબર પાકી જાય એટલે તેમાં કોથમીર ઉમેરી ગરમાગરમ પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment