બાટી બનાવવા ની સામગ્રી:
- ૧ વાટકી મકાઈનો લોટ
- ૨ વાટકી ઘઉંનો લોટ
- ૧ નાની ચમચી અજમો અને હળદર
- દોઢ મોટી ચમચી ઘી
- નમક સ્વાદાનુસાર
બાટી બનાવવાની રીત :
એક કાથરોટ મા ઘઉંનો લોટ અને મકાઈનો લોટ લઈ લો તેમજ અજમો ઉમેરી, હળદર અને ઘી ઉમેરવાનુ છે. ઘી સિવાય તેલ નો પણ ઉપયોગ કરી શકો છો,પણ ઘી થી સ્વાદ ખુબ જ સારોઆવે છે. તેમજ નમક સ્વાદાનુસાર ઉમેરી બધી વસ્તુઓને હાથે થી સારી રીતે ભેળવી દેવું. બધું સારી રીતે ભળી ગયા બાદ તેમા પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લેવાનો છે.
હવે આ લોટ ને મસળીને કઠણ કર્યા બાદ તેની નાની-નાની ગોળ બાટી બનાવવી. ત્યારબાદ એપ્પમ કરી ને જે તવો આવે છે કે જેમાં નાના-નાના આકાર ના ખાના હોય છે તે ખાના મા થોડું તેલ લગાડી દેવું. એક-એક કરીને બાટી આ ખાના મા મૂકી દેવાની છે. આ એપ્પમ ને ગેસ પર મુકો અને જયારે વાસણ ગરમ થાય ત્યાં સુધી ગેસ ફૂલ રાખવાનો છે અને ગરમ થઈ ગયો તો ગેસને ધીમો કરી દેવાનો છે.
બાટી ઉપર થોડું તેલ કે ઘી લગાવી દેવું જેથી તે પ્લેટમાં ચોંટે નહિ. ૬ થી ૭ મિનિટ સુધી સેકાયા બાદ તેને પલટાવી દેવી . બાટી જેટલી શેકાય તેટલી સારી બને છે તેમજ જો આવો તવો ન હોય તો તમે છાણા થી તેને લાલ થાય ત્યાં સુધી સળગાવવા અને તેમા આ બાટી નાખી તેને શેકવી.
હવે વચ્ચે-વચ્ચે આ બાટી ને જોતા રેહવું જેથી તે બળે નહિ. જો આ બાટી સારી રીતે સેકાઈ ગઈ હોય તો તેને થોડી દબાવીને ઘી માં બોળી દો જેથી ઘી અંદર સુધી જાય. જો તમને વધારે ઘી પસંદ નથી તો તમે બાટીને ઘી માં બોળયા વગર પણ ખાઈ શકો છો.તો આ આપડી બાટી તૈયાર છે .
દાળ બનાવવાની સામગ્રી :
- ૧૦૦ ગ્રામ દાળ જેમાં ૨૫ ગ્રામ મગ,૨૫ ગ્રામ મસુર અને ૫૦ ગ્રામ તુવેર ની દાળ
- ૧ ચમચી હળદર
- દોઢ મોટી ચમચી તેલ
- ૨ ચપટી હિંગ
- ૧ ચમચી ધાણા પાઉડર
- નમક સ્વાદ મુજબ
- લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ
- ૨ સુકાયેલા લાલ મરચા
- ૧ નાની ચમચી જીરુ
- ૧ આખી ડુંગળી સાવ જીણી કાપેલી
- થોડો મીઠો લીમડો
- ૨ ટમેટા
- ૨ લીલા મરચા જીણા કાપેલા
- ૧૦ થી ૨૦ લસણ ની બનાવેલી પેસ્ટ
દાળ બનાવવાની પદ્ધતિ :
એક વાસણમાં બધી દાળ ભેળવી તેને ૨ થી ૩ વાર પાણી થી સારી રીતે ધોઈ લેવાની છે. હવે કુકર મા ૨ ગ્લાસ પાણી નાખી તેમાં દાળ નાખવી અને તેમાં હળદર,નમક સ્વાદ મુજબ ઉમેરીને કૂકર ને બંધ કરી બાફી લો. ત્યારબાદ એક કઢાઈ મા તેલ ઉમેરી આ તેલ ગરમ થાય એટલે તેમા જીરું અને હિંગ નાખી દેવું. જીરું જયારે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
ત્યારબાદ તેમાં કપાયેલી ડુંગળી,લાલ સુકા મરચા,કાપેલા લીલા મરચા અને મીઠો લીમડો ઉમેરી તેને સારી રીતે શેકી ત્યારબાદ તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર,ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર,કાપેલા ટામેટા અને નમક ઉમેરી તેને સારી રીતે ભેળવીને જયારે બધા મસાલા સારી રીતે ભળી જાય ત્યારબાદ ૨ ગ્લાસ પાણી ઉમેરી તેના ઉપર ઢાંકણ ઢાંકી ૩ થી ૪ મિનિટ રાખી મુકો.
હવે બાફેલી દાળ ને કઢાઈ મા ભેળવી દો, જો દાળ ઘાટી લાગે તો તેમાં થોડું પાણી નાખી શકો છો.પાણી ઉમેરી તેને સારી રીતે હલાવી લેવું. જયારે આ ઉકળી જાય ત્યારે તેને સારી રીતે હલાવો અને ગેસ બંધ કરી દો.
વઘાર માટે ગેસ ચાલુ કરી વઘાર ના વાસણ મા બે નાની ચમચી ઘી તમને અનુકુળ લાગે તેટલું ઉમેરી શકો છો. ઘી ગરમ થાય પછી તેમાં થોડું જીરું નાખવાનું જયારે આ જીરું લાલ થવા લાગે પછી ગેસ બંધ કરીને જરૂર મુજબ રાઈ ઉમેરવી અને તેને દાળ મા વઘાર કરી દેવાનો.તો હવે ડાળ પણ તૈયાર છે .હવે ડાળ બાટી ગરમાગરમ પીરસી શકો છો .
-
કાળા તલનું કચરિયું બનાવવાની રીત | talnu kachariyu banavani rit | ગુજરાતી રેસીપી
આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું કાળા તલનું કચરિયું ટેસ્ટમાં ખુબ સરસ લાગતું હોય છે અને એને પણ ઘરે બનાવો ખૂબ જ ઇઝી છે તો ચાલો એને કેવી રીતે બનાવવો એ આપણે જોઈ લઈએ રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો કાચરીયું બનાવવા માટે જરૂરી સામગ્રી કાચા તલનું કચરિયું બનાવવાની…
-
બિસ્કીટ ખજુર પાક બનાવવાની સરળ રીત અને ફાયદા | khajur pak recipe in gujarati
બીસ્કીટ ખજુર પાક શું છે? બિસ્કીટ ખજુર પાક એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તો છે, જે ખાસ કરીને ચાઇ અને બાળા-મિત્રો માટે એક ઉત્તમ વિકલ્પ છે. જે લોકો મીઠાંમાં ખાસ રસ ધરાવે છે, તેમને ખજુરનો સ્વાસ્થ્યવર્ધક સક્રિયતાનો લાભ મળી શકે છે. આ ઝીણી મીઠાઈ સામગ્રીનું સરળ નિકાલ છે. ખજુરનો ઉપયોગ અને તેના ફાયદા ખજુરમાં વિટામિન્સ, ખનિજ…
-
lilo chevdo : વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
lilo chevdo :વડોદરાનો ફેમસ લીલો ચેવડો વડોદરાનો ફેમસ લીલો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo lilo chevdo : lilo chendo બનાવવા ચણા ની દાળ ને સૌ પ્રથમ હૂંફાળા પાણી માં એક ચપટી જેટલો સોડા નાખીને પાંચ-છ કલાક સુધી પલાળી રાખો બટાકા…
Thank you for reading this post, don't forget to subscribe!