સામગ્રી:
દસથી બાર નંગ દાબેલીના બન
500 ગ્રામ બટાકા
100 ગ્રામ શેકેલી સીંગ
1 ચમચી લાલ મરચું
અર્ધી ચમચી મરીનો ભૂકો
થોડાં વાટેલાં લીલાં મરચાં
25 ગ્રામ તલનો ભૂકો
1 ચમચી આખા ધાણા
2 ચમચી કોથમીર
10 ગ્રામ વરિયાળી
1 ચમચી આંબોળિયાનો પાઉડર
1 લીંબુ
2 ચમચી ખાંડ
1 ચમચી ગરમ મસાલો
દાબેલી શેકવા માટે બટર કે તેલ

બનાવાની રીત

  • બટાકાને બાફીને છાલ કાઢી છૂંદો કરી નાખો. શેકેલી સીંગના ફાડા કરી નાખો.
  • ગરમ તેલમાં સીંગ નાખી મીઠું, મરચું, મરી નાખી થોડીક શેકી લો
  • બટાકાના માવામાં બટાકાવડાં જેવો બધો મસાલો નાખવો કે પછી તેમાં બજારમાં મળતો દાબેલીનો મસાલો પણ નાંખો.
  • દાબેલીના બનમાં કાપા કરીને પહેલા બેઉ ચટણી નાખી પછી બટાકાનું મિશ્રણ મૂકો.
  • દાડમ, શેકેલી સીંગ, ઝીણી ડુંગળી જુદાં રાખી દરેક બનમાં છૂટા પણ નાખી શકાય છે.
  • પહેલાં બટર કે તેલ મૂકીને,દાબેલી બન શેકીને, પછી મસાલો ભરો. મસાલો ભરીને પછી પણ શેકી શકાય.
  • ટોમેટો સોસ સાથે ગરમાગરમ પીરસી શકો છો

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *