બાળકો ને વજન વધારવા,આંખો માટે તેમજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સીતાફળ

સીતાફળની સિઝન આવી ગઈ છે . બચ્ચાપાર્ટીને પણ સીતાફળ ભાવે એવું ફળ છે . સીતાફળમાં પોષકતત્ત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે , જેના ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે . સીતાફળ ખાવાથી કેવાકેવા ફાયદા થાય છે તે વિશે પણ જાણીએ .

વજન વધારવા :માટે જો તમારું અથવા તમારા બાળકનું વજન વધતું ન હોય તો સીતાફળ ખાવાથી તેમાં ફાયદો થાય છે . સીતાફળના નિયમિત સેવનથી તેમાં રહેલું મેંગેનીઝ અને સુગરને કારણે તમારા શરીરને પોષકતત્ત્વો પૂરાં પાડે છે અને વજન વધારે છે .

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે :નેચરલ એન્ટિઓક્સિડેન્ટ વિટામિન માટે સીતાફળ એક સારું ફળ છે . તે ઈમ્યુન સિસ્ટમમાં વધારો કરે છે અને તેને ખાવાથી શરીરમાં રહેલા અનેક હાનિકારક બેક્ટરિયા સામે લડે છે . આ ઉપરાંત સીતાફળ અનેક પ્રકારની બીમારીમાં પણ લાભકારી છે .

આંખો માટે ફાયદાકારક આંખો માટે સીતાફળ ઘણું લાભકારી છે . તેમાં રહેલા વિટામિન એ , વિટામિન સી અને જરૂરી રાઈબોફ્લેવિન આંખોની દષ્ટિને સુધારે છે . આ ઉપરાંત તે આંખ સંબંધી બીમારીમાં પણ રાહત આપે છે .

દાંત બનાવે મજબુત: સીતાફળમાં રહેલું કેલ્શિયમ દાંત અને પેઢાને મજબૂત બનાવે છે . આ સાથે મોંમાંથી આવતી ખરાબ વાસમાં પણ રાહત મળે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment