કેટલીક ઘરેલુ વસ્તુના ઉપયોગથી તમારા બળી ગયેલા વાસણને પહેલા જેવા જ ચમકીલા બનાવી શકો છો. તો આવો જોઇએ કે તે કઇ ઘરેલુ વસ્તુઓ છે કે જેનાથી વાસણમાં પડી ગયેલ દાઝ કાઢી શકાય.
લીંબુનો રસ નો કરો ઉપયોગ
સૌપ્રથમ એક કાચૂ લીંબુ લો અને તેને વાસણનીપડેલ દાઝ પર લગાવી લો અને ત્યાર પછી તેમાં ગરમ પાણી ઉમેરો અને હવે બ્રશથી તે બળી ગયેલા વાસણને સાફ કરો અને થોડીક મિનિટમા જ તમારા વાસણ સાફ થઇ જશે.
બેકિંગ સોડા નો ઉપયોગ
એક ચમચી બેકિંગ સોડામા ૨ ચમચી લીંબુનો રસ અને 2 કપ ગરમ પાણી ને બરાબર મિકસ કરી લો. અને ત્યાર પછી આ પાણીથી તમે વાસણને બરાબર રગડી લો બસ આમ કરવાથી તમારા બળી ગયેલા વાસણ એ એકદમ સાફ થઇ જશે.
ટામેટા નો ઉપાય
તમારે એક વાસણમા ટામેટાનો રસ ને ઉમેરીને ગરમ કરી લો અને ત્યાર પછી તમે તેને સાફ કરો અને જો તમે ઇચ્છો તો તેમા તમે મીઠુ પણ ઉમેરી શકો છો.
મીઠા નો ઉપયોગ
પાણીમા તમારે મીઠું એ ઉમેરીને તેને મિક્સ કરી લો અને હવે પછી તેને બળી ગયેલા વાસણમા થોડીવાર સુધી ઉકાળી લો અને ત્યાર પછી બ્રશની મદદથી તેને રગડી લો આમ કરવાથી ડાઘ સાફ થઇ જશે.
ડુંગળી નો ઉપાય
ડુંગળીનો એક નાનો ટૂકડો લો અને હવે તેને તમે બળી ગયેલા વાસણમા ઉમેરો અને તેમા પાણી મિક્સ કરીને તેને ઉકાળી લો. પછી થોડીક વારમા જ બળી ગયેલા વાસણના આ નિશાન ગાયબ થઇ જશે.
Thank you for reading this post, don't forget to subscribe!