ચાઈનીઝ ભેળ

ચાઈનીઝ ભેળ બનાવવા માટે જરૂરી સામગ્રી:
75 ગ્રામ કોબીજ
1 મધ્યમ આકાર ની સમારેલી ડુંગળી
200 ગ્રામ બફેલા નૂડલ્સ
મસાલા સામગ્રી:
3 નાની ચમચી ડાર્ક સોયા સોસ
3 નાની ચમચી રેડ ચીલી સોસ
3 નાની ચમચી ગ્રીન ચીલી સોસ
3 નાની ચમચી ટોમેટો કેેેચપ
3 નાની ચમચી વિનેગર
1 નાની ચમચી સમારેલું લસણ
1 નાની ચમચી સમારેલું આદું
3 નાની ચમચી તેલ
સજાવટ સામગ્રી:
લીલી ડુંગળી
તળવા માટે તેલ

ચાઈનીઝ ભેળ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ તેલ ને ગરમ કરી ને એમાં નુડલ્સ ને કુરકુરી થાય ત્યાં સુધી તળીને બહાર કાઢી લો.
  • હવે 3 નાની ચમ્મચી તેલ ની ગરમ કરી ને એમાં થોડુક લસણ અને આદું નાખ્યા બાદ તેમાં ડુંગળી અને ત્યાર બાદ કોબીજ નાખી ને સારી રીતે હલાવીને થોડીવાર માટે શેકી લો.
  • હવે એની અંદર બધાજ સોસ એક પછી એક નાખો સૌ પ્રથમ ડાર્ક સોયા સોસ ત્યાર બાદ ટોમેટો કેચપ, રેડ ચિલી સોસ,ગ્રીન ચીલી સોસ અને વિનેગર નાખીને સારી રીતે હલાવો.
  • હવે એમાં થોડી લીલી ડુંગળી નાખી ને હલાવો. ત્યાર બાદ તેમાં તળેલી નુડલ્સ ને હાથે થી મસળી ને એનો ચુળો બનાવીને એમાં નાખી ને સારી રીતે હલાવો.
  • લો તૈયાર છે તમારી મનપસંદ ચાઈનીઝ ભેળ

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment