સ્ટફીંગ માટેની સામગ્રીઓ:

  • ૨૫૦ ગ્રામ બાફેલ ગાજર, કેપ્સીકમ, કોબીજ, બટાટા અને ફ્લાવર
  • ૩ ચમચી સમારેલી ડુંગળી
  • ૨ ચમચી સમારેલી ટામેટા
  • ૧ ચમચી પાઉં ભાજી મસાલો
  • ૧ ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ
  • ૧/૪ ચમચી હળદર પાવડર
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • ૧ ચમચી કોથમીર
  • ૧ ચમચી લીંબુનો રસ
  • મીઠુ સ્વાદમુજબ
  • ૨ ચમચી તેલ

પરાઠા માટેની સામગ્રીઓ:

  • ૧/૨ કપ મેંદાનો લોટ
  • ૧/૨ કપ ઘઉંનો લોટ
  • મીઠુ સ્વાદમુજબ
  • ૧ ચમચી તેલ
  • તેલ અથવા ઘી

પાઉ ભાજી પરોઠા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, ઘઉંનો લોટ લઇ તેમાં તેલ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર મુજબ મીઠુ અને પાણી ઉમેરી લોટ ગુંદી લો. હવે આ લોટને ૫-૭ મિનીટ સુધી ઢાંકીને મૂકી દો.
  • હવે પાઉ ભાજી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં ડુંગળી ઉમેરી થોડી વાર સેકી લો હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી થોડી વાર સુધી સાંતડો.
  • હવે તેમાં ટામેટા ઉમેરી તે સોફ્ટ બની જાય ત્યાં સુધી ધીમે ધીમે હલાવતા રહો. હવે તેમાં મીઠુ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, પાઉ ભાજી મસાલા નાંખી બધાજ મસાલાઓ થોડી વાર સુધી સાંતડો.
  • હવે તેમાં બાફેલ શાકભાજીઓ ઉમેરી સ્મેશ કરી લો અને તે ઘટ્ટ થઇ જાય ત્યાં સુધી પકાઓ. હવે ગેસ બંધ કરી સ્ટફીંગને બાઉલમાં લઇ અને એકબાજુ મૂકી દો.
  • હવે લોટમાંથી નાની સાઈઝના બોલ્સ બનાવી લો અને તેની પાતળી પૂરી વણી લો. હવે તેમાં વચ્ચે ૧ ચમચી જેટલું સ્ટફીંગ મુકો. આપ ઓછુ કે વધુ સ્ટફીંગ પણ મૂકી શકો છો.
  • હવે તેની બધી કિનારી ભેગી કરી લો અને તેને ફરીથી પરોઠાના શેપમાં વણી લો. આ રીતે બધાજ પરોઠા વણી લો.
  • હવે તવાને ગરમ કરી પરોઠાને તેલ અથવા ઘીમાં શેકી લો. આ રીતે બધાજ પરોઠા શેકી દહી સાથે સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *