છોલે બનાવવા માટે:-
- 1કપ કાબુલી ચણા
- 1 તમાલપત્ર
- ચપટી ખાવાનો સોડા
- ડુંગળી ની પેસ્ટ
- 7-8કળી લસણ
- 2નંગ તીખા લીલા મરચા
- 15 ફૂદીનાના પાન
- 1 મોટો આદુ નો ટુકડો
- 2 ટામેટા ની પેસ્ટ
- 1ટેબલસ્પૂન ગરમ મસાલો
- 1ટી સ્પૂન ધાણાજીરુ પાવડર
- 2ટીસ્પૂન લાલ મરચું પાવડર
- 1ટીસ્પૂન જીરુ
- 1 બાફેલુ બટેટુ
- મીઠું સ્વાદ મુજબ
ભટુરે બનાવવા માટે:-
- 2કપ મેંદો
- 4ટેબલસ્પૂન ઘઉ નો લોટ
- 4ટેબલસ્પૂન તેલ
- 2ટેબલસ્પૂન દહીં
- ચપટી ખાવાનો સોડા
- મીઠું સ્વાદાનુસાર
બનાવાની રીત :
- 6 થી 7કલાક કાબુલી ચણા ને પલાળી તેમાં તમાલપત્ર, મીઠું,સોડા નાખી બાફી લેવા
- ડુંગળી ની પેસ્ટ બનવા માટે તેમાં લસણ,મરચા,આદુ ફુદીનાના પાદ આ બધુ સામગ્રી મિક્સ કરી 1 ચમચી જેટલું પાણી નાખી પેસ્ટ કરી લો
- એક નોન સ્ટીક વાસણમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરું નાખો તતડે એટલે ડુંગળી ની પેસ્ટ નાખી ને 5મિનિટ સાંતળો
- પેસ્ટ બરાબર બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા ની પેસ્ટ નાખો,2 મિનિટ સાંતળો
- પછી તેમાં ધાણા જીરું પાવડર,લાલ મરચું પાવડર,ગરમ મસાલો અને બાફેલું બટેટુ નાખી મિક્સ કરી લો 2 મિનિટ સાંતળો
- પછી તેમાં બાફેલા ચણા અને જેમાં ચણા બાફ્યા હતા તે પાણી જરૂર મુજબ નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી થોડીવાર ધીમા તાપે ઉકાળી ગેસ બંધ કરી દો
ભટુરે બનાવા માટે
- ભટુરે બનાવા માટે તેની બધી સામગ્રી મિક્સ કરી ને થોડો કઠણ લોટ બાંધી લો
- નાના લુઆ કરી ને ભટુરે વણી ગરમ તેલમાં તળી લો
- તો તૈયાર છે ગરમાગરમ છોલે ભટુરે
Thank you for reading this post, don't forget to subscribe!