• સફેદ વટાણા- 1 વાટકી
  • બાફેલા બટેટા- 2
  • મેંદો- 250 ગ્રામ
  • ઝીણાં સમારેલા મરચાં- 50 ગ્રામ
  • લસણ
  • ખજૂર- 7થી 8 પેશી
  • ચાટ મસાલો
  • ઝીણી સમારેલી ડુંગળી- 1 કપ
  • સેવ- 1 કપ
  • લીંબુ- 2
  • નમક સ્વાદાનુસાર
  • હળદર- 1 ચમચી
  • તેલ- 3 ચમચી

બનાવાની રીત :

સૌ પેહલા રગડા ને તૈયાર કરવા માટે કડાઈ મા તેલ ગરમ કરો અને તેલ ગરમ થઇ જાય એટલે તેમા ૧ ચમચી જેટલી લીલા મરચા ની પેસ્ટ ૧ ચમચી લસણ ની પેસ્ટ ઉમેરી ને તેને થોડી વાર માટે હલાવો .

ત્યારબાદ તેમા બાફેલા બટેટા ના કટકા અને સફેદ વટાણા ઉમેરી ને તેને હલાવતા રહો. ત્યારબાદ તેમા ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરુ, ૧ ચમચી લાલ મરચા પાવડર, ૧/૨ ચમચી ગરમ મસાલો અને મીઠું ઉમેરી તમામ વસ્તુઓ ને સારી રીતે મિક્સ કરી લો અને તેમાં જરૂર મુજબ નુ પાણી નાખી આ મિશ્રણ ને થોડી વાર માટે ઊકળવા દો

હવે પૂરી બનાવવા માટે મેંદા ના લોટ મા થોડુ મીઠું અને તેલ નાખી તેનો કઠણ લોટ બાંધી લો. આ બંધાયેલા લોટ ને ૧૫ થી ૨૦ મિનિટ સુધી કપડામાં વિતિને રાખી મુકો. ત્યારબાદ આ મેંદા ના લોટ માંથી એક મોટો લુવો લઈ તેના થી બને તેટલી મોટી રોટલી વણી લેવી અને ત્યારબાદ એક કાઠા વાળી નાની વાટકી થી નાની-નાની પૂરી પાડી લેવી. હવે એક કડાઈ મા તેલ ગરમ કરો તેમાં આ બધી જ પુરીઓ તળી લેવી.

હવે આ તળેલ પુરીઓ ને એક ડીશ મા કાઢી અલગ અલગ ગોઠવો અને તેના ઉપર બનાવેલ રગડો નાખવો. આ રગડા નુ પ્રમાણ વધુ રાખવુ અને હવે તેની ઉપર લીલી ચટણી કે મીઠી ચટણી ઉમેરવી. આ ચટણી તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. ત્યારબાદ તેના પર જીણી સમારેલી લીલી ડુંગળી અને સેવ નાખવી. તો તૈયાર છે સુરત ની ફેમસ અને સ્વાદ મા ચટાકેદાર એવી “આલુ-પૂરી”. એક વાર જરૂર બનાવી જુવો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *