કડકડતી ઠંડીમાં આ રીતે બનાવીને સવારમાં થેપલા કે પરોઠા સાથે ખાવ લાલ મરચાની ચટણી

તાજા લાલ મરચા 250 ગ્રામ

લીંબુનો રસ 3-4 ચમચી

લસણ ની કણીઓ એક મુઠ્ઠી

સ્વાદ મુજબ મીઠું

મેથી દાણા 1 ચમચી

જીરું 1 ચમચી

તેલ 4-5 ચમચી

રાઈ 1 ચમચી

હિંગ અડધી ચમચી

મીઠા લીમડાના પાન 8-10

બનાવવાની રીત

લાલ મરચા ની ચટણી બનાવવા સૌ પ્રથમ આપણે મરચા ને ધોઇ સાફ કરી લઈ નિતારી ને કપડા થી કોરા કરી લેશું ત્યાર બાદ મરચા ની દાડી કાઢી લેશું

હવે ગેસ પર એક કડાઈમાં મેથી ના દાણા ને ધીમા તાપે બે મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકીને મિક્સર જાર માં નાખી પીસી ને પાઉડર કરી લો.

હવે મિક્સર જારમાં લાલ મરચા, લસણ , લીંબુનો રસ, સ્વાદમુજબ મીઠુ, મેથી પાઉડર, જીરું નાખી પીસી લેશું ને ત્યાર બાદ પીસવા જરૂર લાગે તો ને ચાર ચમચી પાણી નાખી ચટણી ને સ્મુથ પીસી લેવી અને એક વાસણમાં કાઢી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ચટણીમાં નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે લાલ મરચા ની ચટણી.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment