બાળકોને માટે નાસ્તામાં રીતે બનાવી આપો મેક્સિકન બ્રેડ રોલ્સ

સામગ્રી

૧૨ બ્રેડ સ્લાઈસ

પૂરણ માટે
૨ ટેબલસ્પૂન માખણ
૨ ટીસ્પૂન મેંદો
૧ કપ દૂધ
૧/૪ કપ બાફેલા મીઠી મકાઇના દાણા
૧/૨ કપ ઝીણા સમારેલા સિમલા મરચા
૧/૪ કપ ખમણેલૂ ચીઝ
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લૅક્સ
મીઠું, સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
તેલ, તળવા માટે

પીરસવા માટે
ટમેટા કેચઅપ
બનાવવાની રીત

  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં મેંદો ઉમેરીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેમાં દૂધ મેળવી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી તેમાં ગાંગડા ન રહે અથવા સૉસ ઘટ્ટ બને ત્યાં સુધી રાંધી લો.
  3. પછી તેમાં મકાઇના દાણા, સિમલા મરચાં, ચીઝ, લાલ મરચાંના ફ્લૅક્સ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. આ મિશ્રણ બીજા એક બાઉલમાં કાઢીને બાજુ પર રાખો.

આગળની રીત

  1. બ્રેડની સ્લાઇસની કીનારીઓ કાપીને બ્રેડ પર વેલણ ફેરવી તેને પાતળી વણી લો.
  2. હવે બ્રેડની મધ્યમાં ૧/૨ ટેબલસ્પૂન જેટલું પૂરણ મૂકી તેને સજ્જડ રીતે રોલ કરી લો.
  3. અંતમાં બ્રેડના છેડા પર થોડું પાણી ચોપડી દબાવીને પૂરણ બંધ કરી લો.
  4. બીજા ૧૧ બ્રેડ રોલ તૈયાર કરી લો.
  5. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડા-થોડા બ્રેડ રોલ નાંખી, તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
  6. તે પછી તેને ટીશ્યૂ પેપર પર કાઢી સૂકા કરીને ટમૅટા કેચપ સાથે તરત જ પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment