કાળા મરીનો ઉપયોગ પુલાવ અને ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તે માત્ર સ્વાદ માત્ર વધારતી નથી પરંતુ તે આરોગ્યને સારું રાખે છે. હળદર ને કાળા મરીને ભેળવીને દુધમાં નાખીને પી શકાય છે. તે પીણું ખાસ કરીને ગંભીર શરદીથી પીડિત દર્દીઓને આપવામાં આવે છે. તે એન્ટીઓક્સીડેન્ટસ, વિટામીન-એ અને કેરોટીનોઈડથી ભરેલું હોય છે જે બીમારીઓથી લડવામાં પણ મદદગાર થાય છે. અહિયાં આપણે કાળા મરીના સેવનથી થતા ફાયદાઓ વિશે જોઈએ.શરદી: ગરમ પાણીમાં નાખી તેમાં થોડા તુલસીના પાંદડા તેમજ કાળા મરી નાખીને સેવન કરવામાં આવે તો શરદી અને ઉધરસ થોડા જ સમયમાં મટી જાય છે. તે રોગ પ્રતિકારક જ્યુસ બની જાય છે અને શરદીના વાયરસનો નાશ કરે છે.

પાચન તંત્ર:

કાળા મરી પાચનતંત્રને શ્રેષ્ઠ બનાવે છે. જ્યારે તેને ચાવીને ખાવામાં આવે તો હાઈડ્રોક્લોરિક એસિડ પેટમાંથી નીકળે છે અને તે પ્રોટીન તોડવામાં મદદ કરે છે. હાઈડ્રોક્લોરિક એસિડ આંતરડાને સાફ કરે છે અને પેટ અને આંતરડાના ઘણા રોગોથી બચાવે છે. તેથી ખાવામાં એક ચપટી જેટલા કાળા મરીનો સમાવેશ કરવો.

કફ: 

કાળા મરીનો પાવડર લઈને તેમાં સાકરને ખાંડીને પીવાથી કફમાં લાભ થાય છે. 6 ગ્રામ કાળા મરીને વાટીને તેમાં 30 ગ્રામ ગોળ અને 60 ગ્રામ સાકર ભેલીને સવારે અને સાંજે 5 દિવસ સેવન કરવાથી બગાડ થયેલો કફ ઠીક થાય છે અને બહાર નીકળી જાય છે અને ફરી આ કફ થતો નથી.

ઉધરસ: 

કાળા મારી અને સમાન માત્રામાં મિશ્રી લઈને તેને ખાંડીને ચૂર્ણ બનાવીને આ ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં દિવસમાં 3 વખત સેવન કરવાથી ખાંસી- ઉધરસ ઠીક થાય છે. કાળા મરી નાખીને ઉકાળેલું દૂધ પીવાથી ઉધરસ મટે છે.

કબજિયાત:

ભોજનમાં દરરોજ મોટા કાળા મરીને ઉપયોગ કરીને કબજીયાતની તકલીફને મટાડી શકાય છે. દરરોજ કાળા મરી ખાવતી કોલોન કેન્સર, કબજીયાત, ઝાડા અને ઘણા પ્રકારની બેકટેરિયાથી થનારી બીમારીઓથી બચાવ કરી શકાય છે. આ માટે તેનું માત્ર એક ચપટી જેટલું પ્રમાણ જ યોગ્ય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *