નાના બાળકો માટે નાસ્તામાં આ રીતે બનાવો ફટાફટ બિસ્કિટ પિઝા

સામગ્રી

1 પેકેટ સોલ્ટેડ બિસ્કિટ ( મોનેકો )

1/2 બાઉલ બાફેલી અમેરિકન મકાઈ

1/2 બાઉલ કેપ્સિકમ

1/2 બાઉલ ઝીણા સમારેલા ટામેટાં

1/2 બાઉલ ઝીણી સમારેલી ડુંગળી

1/2 ચમચી મિક્સ હબ્સ

2 ચમચી રેડ ચિલી સોસ

4 ચમચી ટોમેટો સોસ

સ્વાદ અનુસાર મીઠું

ખમણેલ ચીઝ

કોથમીરના પાન

1/2 બાઉલ ઝીણી સમારેલી કોબી

બનાવવાની રીત:

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બાફેલી મકાઈના દાણા,સમારેલી કોબી , સમારેલ ટામેટાં , સમારેલા કેપ્સીકમ અને સમારેલી ડુંગળી ઉમેરી તેમાં મિક્સ હબ્સ , ચીલી સોસ ,બે ચમચી ટોમેટો સોસ તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી , ટોપિંગ તૈયાર કરો .

હવે એક પ્લેટમાં બિસ્કીટ લઈ , તેના પર ટોમેટો સોસ લગાવો.હવે તેના પર તૈયાર કરેલ પીઝા ટોપિંગ ઉમેરો . આ રીતે દરેક બિસ્કીટ તૈયાર કરો.તૈયાર કરેલા બિસ્કિટ પીઝા પર ચીઝ ખમણી , કોથમીરના પાન મૂકી , સર્વ કરો .તો તૈયાર છે , બાળકોની પાર્ટીમાં સર્વ કરી શકાય તેવા બિસ્કિટ પીઝા .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment