આજે જ બનાવો આ રીતે ભરેલા મરચા,રેસિપી જાણવા માટે અહી ક્લિક કરો

સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ મોટાં લીલાં મરચા
  • ૨ ટેબલસ્પન ચણાનો લોટ(શેકેલો)
  • ૧ ટીસ્પન ધાણાજીરું
  • ૧/૨ ટીપૂન હળદર
  • પ -૬ લસણની કળીઓ ઝીણી સમારેલી
  • ૧ ટીસ્પન જીરું
  • ચપટી હીંગ
  • ૧ લીંબુનો રસ
  • મીઠું જરૂર મુજબ
  • ૧ ટેબલસ્પન ઝીણી સમારેલી કોથમીર
  • ૧ ટેબલસ્પન તેલ

બનાવાની રીત :

સૌપ્રથમ મરચાંને મોટા ટુકડામાં કાપી લો

હવે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો , તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાખો અને કાપેલું લસણ નાખીને હળદર નાખો અને પછી એમાં કાપેલા મરચાં એડ કરો .

૨ મિનિટ થવા દઈ એમાં ધાણાજીરું પાઉડર અને બેસન નાખો . ૫ મિનિટ ચડાવ્યા પછી એમાં લીંબુનો રસ અને મીઠું નાખો અને ઢાંકીને ર થી ૩ મિનિટ પાકવા દો .

હવે ગેસ બંધ કરીને કોથમીર નાખીને ગાર્નિશ કરો .બહુ જ ટેસ્ટી અને ક્વિક રેસિપી ટ્રાય કરવા જેવી છે .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment