ગુંદા ની સીઝનમાં ટ્રાય કરો ભરેલા ગુંદાનું ગ્રેવી વાળું શાક

સામગ્રી

ચણાનો લોટ 3/4 કપ

તેલ 2 ચમચી

લીલા ધાણા સુધારેલા

ધાણા જીરું પાઉડર 2 ચમચી

લાલ મરચાનો પાઉડર 1 ચમચી

હળદર 1/2 ચમચી

સિંગદાણાનો ભૂકો 2 ચમચી

છીનેલ ગોળ 1 ચમચી

લીંબુનો રસ 1 ચમચી

સ્વાદ મુજબ મીઠું

ભરેલા ગુંદા ના વઘાર માટેની સામગ્રી

તેલ 2-3 ચમચી

ડુંગળી અને ટમેટા ની ગ્રેવી 1 વાટકો

રાઈજીરું 1 ચમચી

હિંગ 1/4 ચમચી

હળદર 1/4 ચમચી

ધાણા જીરું પાઉડર 1 ચમચી

આમચૂર પાઉડર 1 ચમચી

લાલ મરચાનો પાઉડર 1 ચમચી

નારિયેળનું છીણ 1 ચમચી ( ઓપ્શનલ છે )

સ્વાદ મુજબ મીઠું

બચેલો ભરવા મસાલો

લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

બનાવવાની રીત

ભરેલા ગુંદાનું શાક બનાવવા સૌ પ્રથમ ગુંદા ને પાણીમાં બરોબર ધોઈ ને સાફ કરી કપડા વડે કોરા કરી લ્યો ત્યાર બાદ એની દાંડી દૂર કરી નાખો , હવે ગેસ પર એક વાસણમાં ૧-૨ ગ્લાસ પાણી ગરમ મૂકો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં સાફ કરેલા ગુંદા નાખી ઢાંકણ ઢાંકી ૫-૭ મિનિટ બાફી લ્યો .

ગુંદા બાફી લીધા પછી તેને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો ને ગુંદા ઠંડા થાય એટલે એના બીજ ને કાઢી લ્યો ને મીઠા વાળી આંગળી કરી ને ગુંદા ની ચિકાસ ને દુર કરો. હવે ગુંદા ને ભરવા માટે એક વાસણમાં શેકેલા ચણા નો લોટ લ્યો તેમાં આમચૂર પાવડર/ કે લીંબુ નો રસ , લાલ મરચા નો પાવડર , ધાણા જીરું નો પાવડર , ચમચી હળદર , ચપટી હિંગ , સ્વાદ મુજબ મીઠું ( મીઠું પ્રમાણ સર નાખવી કેમક ગુંદા બાફતિ વખતે એમાં મીઠું નાખેલ છે ) , ૧ ચમચી તેલ , લીલા ધાણા ૧-૨ ચમચી નાખી બધું બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરવો.

હવે સાફ કરેલા ગુંદામાં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નો વઘાર કરો ત્યાર બાદ એમાં હિંગ નાખી એમાં ગ્રેવી નાખો.ત્યારબાદ તેમા ભરેલા ગુંદા નાખી બરોબર મિક્સ કરો ને ધીમા તાપે ૪-૫ મિનિટ ઢાંકી ને ચડવા દો છેલ્લે ગેસ બંધ કરી ઉપર થી લીલી ધાણા છાંટો ને તૈયાર છે ભરેલા ગુંદાનું શાક .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment