સામગ્રી

આખા સૂકા ધાણા – 50 ગ્રામ ,જીરુ – 50 ગ્રામ, તજનો ટુકડો – 1 ઇંચ , કાળા મરી -25 નંગ ,અજમો -1 ચમચી , આમચૂર પાઉડર – 1 ચમચો , સંચર પાઉડર -2 ચમચા, ફુદીના પાઉડર -1 ચમચો ,હિંગ – 1 ચમચી ,મીઠું -1 ચમચી

બનાવવાની રીત

સૌ પહેલા એક કડાઈમાં ૫૦ ગ્રામ જીરૂં , 50 ગ્રામ આખા સૂકા ધાણા , એક ઈંચ તજનો ટુકડો , 20-25 નંગ કાળા મરી લો . આ બધા ને ગેસ પર ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સતત હલાવતા રહી શેકો . સતત હલાવતા રહેવુ જરૂરી છે નહિતર મસાલા કડાઈ માં ચોંટી જસે અને બળી જસે . 3-4 મિનિટ સેક્યા પછી ગેસ બંધ કરી દો અને તેમાં 1 ચમચી અજમો નાખી કડાઈ માં j હલાવી ને મિકસ કરો . મિક્સ થઈ જાય એટલે સેકેલા મસાલા ને એક થાળી માં કાઢી ને ઠંડુ કરવા મૂકો . મસાલા ઠંડા થઇ જાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ તેમાં 1 ચમચો આમચૂર પાઉડર , 2 ચમચા સંચળ પાઉડર , 1 ચમચો ફુદીના નો પાઉડર , ચમચી હિંગ , 1 ચમચી મીઠું નાખી બારીક પીસી લો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *