આજે પણ નાસ્તામાં મોટાભાગના ઘરોમાં સવારે નાસ્તા માટે બનતા પરાઠા મા અજમો વપરાય છે. હકીકતમાં,અજમો પેટના દુખાવા અને ગેસ જેવી પરેશાની દૂર કરે છે. સવારે અજમો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. મેંદો માથી બનેલી વાનગીઓમાં તેનો વધુ ઉપયોગ થાય છે. તેનું કારણ એ છે કે મેંદો પચવામાં સૌથી લાંબો સમય લે છે, તેથી તેમને પેટના રોગો થવાનું જોખમ પણ વધારે છે.
અજમો ખોરાકનો સ્વાદ વધારવાની સાથે પેટના અનેક રોગોને દૂર કરે છે. આપણા પૂર્વજો સદીઓથી અજમાના ગુણો જાણતા હતા, તેથી જ તે આપણા રસોઈમાં તેનું એટલું મહત્વનું છે. આજે પણ, ઘરમા કોઇ ને પેટમાં દુખે ત્યારે દવા પહેલા અજમો પીવાય છે. પેટમાં દુખે અને ગેસની સમસ્યામાં અજમો ઝડપથી રાહત આપે છે.
ખાલી પેટે અજમો ખાવાથી બ્રોન્કાઇટીસ અને અસ્થમાથી રાહત મળે છે. ગોળા સાથે અજમો ખાવાથી વધુ લાભ થાય છે. અજમામાં એન્ટિસ્પેમોડીક અને કાર્મિનેટિવ હોઇ છે. જે અસ્થમા મા રાહત આપે છે. જેમને સંધિવા હોય છે અને દર્દીઓ સાંધાની ફરિયાદ કરે છે, તેને માટે અજમો ખૂબ ફાયદાકારક છે.
અજમાના તેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે.ડાયાબિટિસ ના દર્દી રાત્રે ગરમ દૂધમાં ઍક ચમચી લીમડાનો પાવડર અને અડધી ચમચી અજમા તથા જીરૂ નો પાવડર મેળવીને 30 દિવસ સુધી પીવાથી રાહત મળે છે.
અઠવાડિયામાં એક કે બે વાર સવારે નરણૅ કોઠે અજમાનું પાણી પીવાથી પેટની ચરબી પણ ઓછી થાય છે અને મેદસ્વીપણાની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. અજમાનું ચૂરણ સવારે ખાલી પેટ પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.
Thank you for reading this post, don't forget to subscribe!