સામગ્રી
- 1/2 કપ ચોખા
- 1/4 કપ મગ દાળભ
- 1 નંગ ડુંગળી
- 1 નંગ બટાકા
- 1 નંગ ટામેટું
- 1 નંગ ગાજર
- લીલા વટાણા
- 1 ટે સ્પૂન લસણની પેસ્ટ
- 2 ટે સ્પૂન અથાણાં સંભાર
- 1 ટે સ્પૂન આચાર ઓઈલ
- 1 ટે સ્પૂન લાલ મરચું
- 1 ટે સ્પૂન હળદર
- 1 ટે સ્પૂન ધાણાજીરૂ
- 1/2 ટે સ્પૂન ગરમ મસાલો
- 21/2 કપ પાણી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 નંગ તજ
- 1 તમાલપત્ર
- 7-8 મીઠો લીમડો
- શીંગ તેલ
પગલાં
- પહેલા બધા શાકને સાફ કરીને કટ કરીલો.
- કૂકરમાં તેલ એડ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરુ, તજ, તમાલપત્ર અને લીમડા ને તતડાવો. હવે લસણ-મરચાં ની પેસ્ટ એડ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી, બટાટા અને ગાજર એડ કરો. ડુંગળી થોડી ગુલાબી થાય એટલે ટામેટું તથા લીલા વટાણા ઉમેરો.
- હવે બઘા મસાલા ઉમેરો.
- 1 ટે સ્પૂન અથાણાં નું તેલ ઉમેરી પાણી ઉમેરો. હવે તેમાં દાળ અને ચોખા બરાબર ધોઈ ને એડ કરો. પાણી થોડું ઉકળે એટલે કૂકર નું ઢાંકણ બંધ કરી તેને 4 સીટી કરી લો.
- કૂકર ઠંડુ પડે એટલે ખીચડી ને ગરમા ગરમ સર્વ કરો કરો.
- તો તૈયાર છે આપણી મસ્ત આચારી મસાલા ખીચડી મે અહીં મસાલા પાપડ, છાશ અને મિકક્ષ અથાણાં સાથે સર્વ કરેલ છે.
Thank you for reading this post, don't forget to subscribe!