મગ ની દાળની કુરકુરી ફરસી પુરી બનાવવાની રીત

મગ ની દાળની ફરસી પુરી બનાવવા માટે જરૂરી સામગ્રી :

૧ કપ ઘઉંનો લોટ

૧ કપ ચોખાનો લોટ

૧/૨ કપ પલાળેલી મગની મોગર દાળ

૧ ટીસ્પૂન જીરું

૧/૨ ટીસ્પૂન કાળા મરીનો પાવડર

૩ ટીસ્પૂન તલ

૧ ટીસ્પૂન અજમેં

૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર

ચપટી હિંગ

સ્વાદ પ્રમાણે મીઠું

૧ ટીસ્પૂન લીલા મરચા-આદુની પેસ્ટ

૩-૪ ટીસ્પૂન તેલ મોણ માટે

પાણી જરૂર મુજબ

તેલ તળવા માટે

મગ ની દાળની ફરસી પુરી બનાવવાની રીત :

મગદાળ ને બરાબર ધોઈ ૨-૩ કલાક માટે પલાળી રાખો. એક પાત્ર માં ઘઉંનો લોટ,ચોખા નો લોટ પલાળેલી મગ ની દાળ, જીરું,મરી પાવડર,તલ,અજમોં,લાલ મરચું હિંગ, મીઠું, તેલ , લીલા મરચા-આદુની પેસ્ટ ઉમેરો . થોડું થોડું પાણી ઉમેરી મીડીયમ કઠણ લોટ બાંધો. • કણકને ઢાંકીને ૧૦-૧૫ મિનિટ માટે રેસ્ટ આપો. ૧૦-૧૫ મિનિટ પછી લોટ ના લુવા કરી પુરી વણી લો પુરીમાં ચપ્પુ અથવા કાંટા વડે કાપા પાડો જેથી પુરી ફૂલી ના જાય કડક થાય. પુરીને ગરમ તેલમાં ધીમા તાપે કડક અને આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી તળો. પુરી ઠંડી થાય પછી હવાચુસ્ત ડબામાં સ્ટોર કરો ૧૫-૨૦ દિવસ સુધી મગ ની દાળ ની ફરસી પુરીનો આનંદ માણો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment