રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ટેસ્ટી મેક્સિકન રાઇસ બનાવા માંગો છો તો આ રહી આસાન રેસીપી

સામગ્રી

૩ કપ બાફેલા ભાત

૩ ટેબલસ્પૂન તેલ

૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા

૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા

૧/૨ કપ ઝીણી સ્લાઇસ કરેલા સિમલા મરચાં

મીઠું , સ્વાદાનુસાર

૧ કપ બાફેલા મિક્સ શાકભાજી ( પીળી મકાઇ , ગાજર અને ફણસી )

પીસીને સુંવાળી પેસ્ટ બનાવવા માટે ૫ સૂકા આખા કાશ્મીરી લાલ મરચાં

૪ થી ૫ લસણની કળી

બનાવવાની રીત

એક પહોળા નૉન – સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો . તે પછી તેમાં તૈયાર કરેલી મરચાં – લસણની પેસ્ટ , ટમેટા અને સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો . તે પછી તેમાં મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો . પછી તેમાં મિક્સ શાકભાજી અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી , સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે – વચ્ચે હલાવતા રહી સાંતળી લો . છેલ્લે તેમાં ભાત અને થોડું મીઠું મેળવી , સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે – વચ્ચે હલાવતા રહી રાંધી લો .કોથમીર અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment