આમળાના પાવડરનો ઉપયોગ એક મહત્વપૂર્ણ દવા તરીકે થાય છે. જો તમને એસિડિટીની ફરિયાદ છે, તો તમારે આમળાના પાવડરને સવાર-સાંજ લેવા જોઈએ.
આદુના સેવનથી એસિડિટીથી છુટકારો મળી શકે છે, આ માટે તમારે આદુને નાના નાના ટુકડા કરી તેને ગરમ પાણીમાં ઉકાળો અને પછી આદુની ચા પણ લઈ શકાય છે.
મુલેઠીનો પાવડર અથવા તેના ઉકાળાથી તમને એસિડિટીથી પણ રાહત મળશે, આટલું જ નહીં, ગળામાં બળતરા પણ આ ઉકાળાથી મટે છે.
લીમડાની છાલને પીસીને તેનો પાઉડર બનાવી પાણી સાથે લેવાથી એસિડિટીથી રાહત મળે છે એટલું જ નહીં, જો તમારે પાઉડરનું સેવન ન કરવું હોય તો લીમડાની છાલને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું પાણી પીશો, તેનાથી મુક્તિ મળશે.
સુકી દ્રાક્ષ અથવા ગુલકંદનું સેવન કરવાથી એસિડિટીથી પણ છુટકારો મળે છે, આ માટે તમે સુકી દ્રાક્ષને દૂધમાં ઉકાળી શકો છો અથવા ગુલકંદને બદલે દૂધ સાથે સુકી દ્રાક્ષ લઈ શકો છો.
Thank you for reading this post, don't forget to subscribe!