કાચી કેરીનું અથાણું

સામગ્રી
૧ ૧/૨ કપ કાચી કેરી ના ટુકડા
૨ ટેબલસ્પૂન આખું મીઠું
૧/૪ ટીસ્પૂન હળદર
૩/૪ કપ તેલ
૧/૪ કપ મેથીના કુરિયા
૧/૪ કપ રાઇ ના કુરિયા
૧/૨ કપ આખું મીઠુ
૫ ટેબલસ્પૂન લાલ મરચુ પાવડર
૧ ૧/૨ ટીસ્પૂન હીંગ
૧/૨ ટીસ્પૂન હળદર

બનાવવાની રીત

  1. એક બાઉલમાં કાચી કેરી, આખું મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી ઢાંકણથી ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો. હવે કેરીને નીચવીને પાણી કાઢી નાંખો.
  2. હવે એક મોટી સપાટ પ્લેટ પર મલમલનું કપડું મૂકી તેની પર કેરીના ટુકડા સરખી રીતે પાથરી તેને ૧ કલાક માટે પંખા નીચે અથવા તડકામાં સૂકી કરીને બાજુ પર રાખો.
  3. એક નાના પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલને ઊંચા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા તેલની સુગંધ આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે તેને ઠંડું થવા દો.
  4. હવે એક ઊંડા બાઉલમાં બધી બાકીની સામગ્રી ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.
  5. હવે સૂકવેલા કેરીના ટુકડા આ મિશ્રણમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  6. હવે રાઇનું તેલ કાચી કેરીના મિશ્રણ પર રેડો અને સારી રીતે મિક્સ કરી લો.
  7. આ તૈયાર થયેલા અથાણાને હવાબંધ બરણીમાં પૅક કરી રૂમ તાપમાન પર ૨ દિવસ સુધી રાખી મૂકો અને પછી તેનો રેફ્રિજરટરમાં મુકો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment