સામગ્રી
- ૫૦૦ ગ્રામ સુકી ડુંગળી ની પેસ્ટ
- ૫૦૦ ગ્રામ ટામેટા ની અધ્ધ્કચરી ટામેટાની પેસ્ટ
- ૫૦૦ ગ્રામ લીલી હળદર (ખમણેલી )
- ૫૦૦ ગ્રામલીલું લસણ
- ૫૦૦ ગ્રામ ઘી
- ૨૫૦ ગ્રામ દહીં
- ૨૫૦ ગ્રામ આદુ મરચા ની પેસ્ટ
- ૨૫૦ ગ્રામ વટાણા
- ૨૦૦-૩૦૦ ગ્રામ ગોળ
- લાલ મરચું પાવડર
- મીઠું સ્વાદમુજબ
- કોથમીર ગાર્નીશ માટે
બનાવાની રીત :
સૌપ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી લેવી ( બળી ન જાય તેનું ધ્યાન રાખવું . ) પછી લસણ ઉમેરી સાંતળવું , સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.પછી ટામેટાની પેસ્ટ ઉમેરવી .
ઘી છૂટું પડે એટલે આદું ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું ત્યારબાદ મરચાની પેસ્ટ ઉમેરવી . પછી જરૂર મુજબ મીઠું અને લાલ મરચું ઉમેરવું . પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું .
છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું . કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું . લો હવે તૈયાર છે હળદરનું ટેસ્ટી શાક . આ શાકને બાજરીના રોટલા સાથે સર્વ કરવું .
Thank you for reading this post, don't forget to subscribe!