ઘરે જ બનાવો તૈયાર પેકિંગ જેવો જ કચ્છી દાબેલી મસાલા પાવડર રેસીપી જાણવા ફટાફટ અહી કલીક કરો

સામગ્રી

  • 1/2 કપ – ધાણા
  • 4 ટી સ્પુન – જીરૂ
  • 2 ટી સ્પુન–વરીયાળી
  • 1 ટી સ્પુન તલ
  • 5 નંગ – લવિંગ
  • 1 ટી સ્પુન – કાળામરી
  • 4 નંગ બાદીયા
  • 4 નંગ તમાલ પત્ર
  • 3 ટૂકડા – તજ
  • 5 નંગ – નાની ઇલાયચી
  • 8-10 નંગ – સૂકા લાલ મરચાં
  • 2 ચમચી સંચળ
  • 1 /2 નારીયેલનું ખમણ
  • 4 ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 2 ટેબલ સ્પુન – દળેલી ખાંડ
  • 2 ટેબલ સ્પુન-તેલ

બનાવવાની રીત
સૌ પ્રથમ દાબેલીનો મસાલો બનાવવા માટે એક નોન સ્ટીક વાસણમાં ધાણા,જીરું,વરીયાળી,લવિંગ,કાળા મરી ,તજ,ઈલાયચી ,બાદીયા અને તમાલ પત્ર નાખી બરાબર મિક્સ કરી મીડીયમ તાપ પર શેકી લો. હવે 1-2 મિનિટ પછી તેમાથી શેકાવાની સુગંધ આવે એટલે એક વાસણ મસાલાને ઠંડા થવા દો.

તેજ નોન સ્ટીક વાસણમાં સુકું નારીયેલ ,સુકા લાલ મરચા અને તલ નાખી તેને પણ ૧-૨ મિનીટ સુધી શેકીને ઠંડા થવા દો.

મસાલા ઠંડા થઇ જાય પછી તેમાં સંચળ અને કાશ્મીરી લાલ મરચું પાવડર મિક્સ કરો અને આ મિક્સ કરેલ મસાલાને મિક્સર માં બરાબર પીસી લો

ત્યારબાદ એક વાસણમાં કાઢી તેમાં દળેલી ખાંડ અને તેલ મિક્સ કરી હાથ વડે બરાબર મિક્સ કરો

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment