સામગ્રી

  • બે ચમચી ઘી
  • અડધી વાટકી ગોળ
  • 1 વાટકી અધકચરા પીસેલા કાળા તલ
  • 6 ખજૂરના ઝીણા ટૂકડા
  • 1 ચમચી સૂંઠ પાવડર
  • 1 ચમચી ગંઠોડા પાવડર
  • 1 ચમચી મગજતરીના બી
  • 1 ચમચી ખસખસ
  • 2 ચમચી સૂકા કોપરાનું છીણ
  • 2 ચમચી સૂકામેવાનો પાવડર

બનાવવાની રીત :
સૌ પ્રથમ એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં 1/2 વાટકી ગોળ નાખી શેકી લો.


ગોળ ઓગળે એટલો જ ગરમ કરો અને ગેસ બંધ કરી દો. હવે એમાં 1 વાટકી અધકચરા પીસેલા કાળા તલ ઉમેરો.


ત્યારબાદ તેમાં 5-6 ખજૂરના ઝીણા ટૂકડા નાંખો અને 1 ચમચી સૂંઠ, 1 ચમચી ગંઠોડા પાવડર, 1 ચમચી મગજતરી ના બી, 1 ચમચી ખસખસ, 2 ચમચી સૂકા કોપરાનું છીણ, 2 ચમચી સૂકામેવાનો પાવડર ઉમેરી મિક્સ કરો.


હવે ગેસ પર આ તમામ સામગ્રી શેકી લો.તે બાદ થાળીમાં ઠારી દો.


ઉપરથી મગજતરી, ખસખસથી સજાવી લો આ રીતે બનાવેલું કચરિયુ તમે લાંબા સમય સુધી રાખી શકો છો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *