સ્પાઈસી સેઝવાન ઉપમા બનાવા માટે ફટાફટ અહી ક્લિક કરો

સામગ્રી :

  • ૧ કપ રવો
  • ૧ ચમચી ચણાની અને અડદની દાળ પલાળેલી
  • ૧ ડુંગળી સમારેલી
  • ૨ લીલાં મરચાં
  • પ -૬ લીમડાનાં પાન
  • ૧ ટેબલ સ્પુન સેઝવાન ચટણી
  • ૨ ચમચી સિંગદાણા
  • ર ચમચી રાઈ
  • ૨ ટેબલ સ્પુન ઘી
  • ૬-૭ કાજુ
  • ઝીણી સમારેલી કોથમીર

રીત :

સૌપ્રથમ એક કઢાઈમાં થોડું ઘી ગરમ કરી રવો ( સોજી ) ને ધીમા તાપે શેકી લો .

સોજી શેકાઈ જાય એટલે ગેસ પરથી કઢાઈને ઉતારી બીજું એક પેન મૂકો હવે આ પેનમાં બીજું ઘી ગરમ કરો અને સીંગદાણા અને કાજુ શેકીને બહાર કાઢી એક પ્લેટમાં મુકો , હવે તેમાં રાઈનો વઘાર કરો.

રાઈ તતડે એટલે એમાં પલાળેલી બંને દાળ પાણી નિતારીને નાખો.

ત્યારબાદ લીમડો, સમારેલી ડુંગળી અને મરચાં નાખો .

ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે મીઠું ઉમેરો અને રવાના માપથી ડબલ પાણી નાખો ( ૧ વાટકી રવો તો ૨ વાકી પાણી ) પાણી ઉકળે એટલે ધીમેધીમે એમાં શેકેલો રવો નાખો અને ગઠા ન પડે એનું ધ્યાન રાખો .

હવે જ્યારે પાણી શોષાઈ જાય એટલે એક ચમચી ઘી નાખીને ૫ મિનિટ થવા દો . છેલ્લે ૧ ટેબલસ્પન સેઝવાન ચટણી નાખી બરાબર મિક્સ કરો

હવે શેકેલા કાજુ અને સીંગદાણા અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment